કોસ્ટલ રોડ અને બાંદરા-વરલી સી-લિન્કને કનેક્ટ કરતો રોડ ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે

04 September, 2024 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ભાગે ૧૫ સપ્ટેમ્બરે એ ખુલ્લો મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે એમ BMCનું કહેવું છે.

પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા કોસ્ટલ રોડને બાંદરા-વરલી સી-લિન્ક સાથે જોડતા કનેક્ટર આર્મના કમાનાકાર બ્રિજનું કામ પૂરું થવામાં છે અને ટૂંક સમયમાં એ લોકો માટે ખુલ્લો મુકાવાની શક્યતા છે. મોટા ભાગે ૧૫ સપ્ટેમ્બરે એ ખુલ્લો મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે એમ BMCનું કહેવું છે.

બાંદરા-વરલી સી-લિન્કના વરલી એન્ડ પર કોસ્ટલ રોડને જોડતા કમાનાકાર બ્રિજ પર ગયા અઠવાડિયે વરસાદે દાંડી મારી ત્યારે શનિ-રવિમાં ડામર પાથરી દેવામાં આવ્યો હતો. હાલ જોકે એના પર નરીમાન પૉઇન્ટ તરફથી બાંદરા તરફ આવતી નૉર્થ-બાઉન્ડ લેન ચાલુ કરવામાં આવશે. કોસ્ટલ રોડ અને બાંદરા-વરલી સી-લિન્કને જોડતા એ બ્રિજ પર બન્ને તરફની લેન પર ચાર–ચાર એમ કુલ આઠ ગર્ડર બેસાડવામાં આવ્યા છે.

BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું કે ‘અમે કોસ્ટલ રોડના એક બાજુના આર્મને ટૂંક સમયમાં ખુલ્લો મૂકવાનું વિચારી રહ્યા છીએ. જોકે બીજો આર્મ ખુલ્લો મૂકતાં વાર લાગશે. લગભગ આ વર્ષના અંત સુધીમાં એ ચાલુ થઈ શકે છે. એ સિવાય બ્રીચ કૅન્ડીથી લઈને વરલી સુધીના પ્રૉમેનાડ્સને પણ એ જ વખતે ખુલ્લો મૂકવાનો પ્લાન છે.’

mumbai news mumbai sea link bandra worli Mumbai Coastal Road brihanmumbai municipal corporation