08 February, 2024 10:17 AM IST | Mumbai | Rajendra B Aklekar
CSMT સ્ટેશનની ફાઈળ તસવીર
સીએસએમટી (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ)નાં પબ્લિક અને સ્ટાફ ટૉઇલેટ્સમાંથી નળ, ફોસેટ અને જેટ-સ્પ્રે ચોરી કરતી વ્યક્તિ રંગેહાથ ઝડપાઈ ગઈ હતી. ગયા શનિવારથી થઈ રહેલી ચોરીને લીધે ભારતીય રેલવેને ૧.૨૨ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.
સેન્ટ્રલ રેલવેના ચીફ પીઆરઓ ડૉ. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે મંગળવારે એસી ટૉઇલેટ લૉક હોવાથી ચોર જૂના ટૉઇલેટમાં પ્રવેશ્યો હતો અને ચોરી કરતાં ઝડપાઈ ગયો હતો.
ચોરે શનિવારે રનિંગ રૂમને નિશાન બનાવી હતી, જ્યાં ટ્રેનના ડ્રાઇવર અને ગાર્ડ બ્રેક લે છે. ત્યાંથી આઠ બિબકૉક, નવ સ્ટૉપકૉક અને બે જેટ-સ્પ્રેની ચોરી થઈ હતી.
ત્યાર બાદ સોમવારે લેડીઝ વૉશરૂમમાંથી ત્રણ તથા જેન્ટ્સ અને નવા એસી ટૉઇલેટમાંથી એક-એક પિલરકૉક્સની ચોરી થઈ હતી. મંગળવારે પણ આરોપી નવી રનિંગ રૂમમાંથી સ્ટૉપકૉક્સ અને જેટ-સ્પ્રે ચોરી ગયો હતો. મેઇન લાઇન જેન્ટ્સના ટૉઇલેટમાંથી બૉટલ ટ્રૅપ ગુમ થઈ ગઈ હતી અને પછી લોકલ લાઇનમાં નવા એસી ટૉઇલેટમાંથી છ જેટ-સ્પ્રે, પિલર અને બિબકૉક્સ, જેટ હોલ્ડર્સ, બૉટલ ટ્રૅપ અને સીટ કવર ગુમ થયાં હતાં. મુંબઈ મેટર્ઝ નામના સોશ્યલ મીડિયા પેજ દ્વારા રેલવેને ચેતવણી આપવામાં આવી હતી. ડૉ. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે સરકારી રેલવે પોલીસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે અને ચોરીને પગલે મૉનિટરિંગ વધારવામાં આવ્યું છે.
ચોરીની ક્રોનોલૉજી
શનિવાર : નવો રનિંગ રૂમ
૮ બિબકૉક્સ
૯ સ્ટૉપકૉક્સ
૨ ટૂ-ઇન-વન બિબકૉક્સ
૨ જેટ સ્પ્રે
સોમવાર : મેઇન લાઇન ટૉઇલેટ
૪ પિલરકૉક્સ
લોકલ લાઇન એસી ટૉઇલેટ
એક પિલરકૉક
મંગળવાર : નવો રનિંગ રૂમ
૨ બિબકૉક્સ
૨ સ્ટૉપકૉક્સ
૪ ટૂ-ઇન-વન બિબકૉક્સ
4 જેટ-સ્પ્રે
મેઇન લાઇન જેન્ટ્સ ટૉઇલેટ
૩ બૉટલ ટ્રૅપ્સ
લોકલ લાઇન એસી ટૉઇલેટ
૬ જેટ-સ્પ્રે
૧ પિલર ટેપ
૪ ટૂ-ઇન-વન બિબકૉક્સ
૪ જેટ હોલ્ડર્સ
૬ બૉટલ ટ્રૅપ્સ