18 November, 2024 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની લાઇફલાઇન લોકલ ટ્રેનો ચલાવવામાં આવે છે એ ટ્રૅક પર અકસ્માતને લીધે દર વર્ષે અઢી હજાર કરતાં વધુ લોકોના જીવ જાય છે. આ બાબતને ગંભીરતાથી લઈને સેન્ટ્રલ રેલવેએ ‘મિશન ઝીરો ડેથ’ હાથ ધર્યું છે. આ મિશનમાં રેલવેના ટ્રૅક પર થતા અકસ્માતને ઓછા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નિલાએ કહ્યું હતું કે ‘ગયા એક વર્ષમાં રેલવેના ટ્રૅક પર અકસ્માત ઉપરાંત જીવ ગુમાવનારા અને ઘાયલ થનારાઓની સંખ્યામાં ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. ૨૦૨૩માં ૨૭૫૫ લોકોના જીવ ગયા હતા એની સામે આ વર્ષે ૨૩૮૮ લોકોનાં મૃત્યુ થયાં છે. આવી જ રીતે ૨૦૨૩માં ૧૩૫૨ લોકો અકસ્માતમાં ઘાયલ થયા હતા એમાં આ વર્ષે ૧૪૧નો ઘટાડો થયો છે.’
સેન્ટ્રલ રેલવેની તપાસમાં જણાઈ આવ્યું છે કે રેલવેના ટ્રૅકની આસપાસ કરવામાં આવેલા અતિક્રમણને લીધે અકસ્માત થાય છે. રેલવેના પાટાની નજીક રહેતા લોકો લાઇન ક્રૉસ કરતા હોવાને લીધે ટ્રેનની અડફેટે આવી જાય છે.