11 August, 2024 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈના ૨૨૭ પ્રભાગમાં ગઈ કાલે તિરંગા રૅલી કાઢવામાં આવી હતી.
ભારતના સ્વતંત્રતા-દિવસ નિમિત્તે ૯થી ૧૫ ઑગસ્ટ દરમ્યાન દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એમાં ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા શહેરના તમામ ૨૨૭ પ્રભાગમાં BMCની સ્કૂલના ૬૩,૦૦૦ સ્ટુડન્ટ્સ અને શિક્ષકોની તિરંગા રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે આ અભિયાનની શરૂઆત ઑગસ્ટ ક્રાન્તિ મેદાનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. ગઈ કાલે આ અભિયાનના બીજા દવિસે BMCના શિક્ષણ વિભાગ દ્વારા તિરંગા રૅલીનું શહેરભરમાં આયોજન કરવામાં આવ્યું હતું. ૨૨૭ પ્રભાગમાં આ તિરંગા રૅલી કાઢવામાં આવી ત્યારે સ્થાનિક રહેવાસીઓ પણ એમાં ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા.