સાઇબર સિક્યૉરિટી પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે ૨૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા

15 June, 2024 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ કે મહારાષ્ટ્રમાં જ નહીં, આજે આખી દુનિયામાં સાઇબરક્રાઇમનું જોખમ ઊભું થયું છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

છેલ્લા કેટલાક સમયમાં સાઇબરક્રાઇમમાં વધારો થયો છે એને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે સાઇબર સિક્યૉરિટી સિસ્ટમને મજબૂત બનાવવા માટે ૨૪.૫૩ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પ્રોજેક્ટમાં કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરની સાથે ટેક્નૉલૉજી આધારિત તપાસ અને ડેટાનું સિક્યૉરિટી ઑપરેશન સેન્ટર ઊભું કરવામાં આવશે. મુંબઈ પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈ કે મહારાષ્ટ્રમાં જ નહીં, આજે આખી દુનિયામાં સાઇબરક્રાઇમનું જોખમ ઊભું થયું છે. સાઇબરક્રાઇમથી લોકોને છેતરવાના મામલા વધુ સામે આવ્યા છે એને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે સાઇબર સિક્યૉરિટી સિસ્ટમને મજબૂત કરવાનો નિર્ણય લઈને ૨૪.૫૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ પ્રોજેક્ટ પોલીસના સ્પેશ્યલ ઇન્સ્પેક્ટર જનરલ (સાઇબર)ના માધ્યમથી અમલમાં મૂકવામાં આવશે. સિસ્ટમ અપડેટ કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકો સાઇબર-ફ્રૉડની ફરિયાદ વેબસાઇટ, મોબાઇલ ઍપ અને ૨૪/૭ ઉપલબ્ધ રહેતા કૉલ સેન્ટરમાં કરી શકશે. ફ્રૉડની ફરિયાદ મળ્યા બાદ ફૉરેન્સિક ટૂલ્સ અને ઍડ્વાન્સ્ડ ટેક્નૉલૉજીની મદદથી તપાસ કરવામાં આવશે. ગુનાના મૂળ સુધી જવામાં અને કેસ ઉકેલવા માટે તમામ ઑથોરિટી ટેક્નિકલ માહિતી આપવાની સાથે તપાસમાં પણ મદદ કરશે. 

mumbai news mumbai cyber crime maharashtra news