એપ્રિલથી જૂન સખત ગરમી માટે તૈયાર રહો

02 April, 2024 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલ નીનો કન્ડિશનના કારણે વિવિધ દેશોમાં રેકૉર્ડબ્રેક ગરમી પડી રહી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દેશભરમાં એપ્રિલથી જૂન સુધી અત્યંત આકરી ગરમી પડશે એવી ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને ગુજરાત સહિત પશ્ચિમ ભારતનાં રાજ્યોના લોકોએ અતિશય ગરમી માટે તૈયાર રહેવું પડશે. લોકસભા ચૂંટણી માટે ૧૯ એપ્રિલથી સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે ત્યારે આ જ ગાળા દરમ્યાન આકરી ગરમી લોકોની કસોટી લેશે. ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે ‘આગામી અઢી મહિનામાં હીટવેવના કારણે લોકોને હેલ્થની સમસ્યાનો સામનો કરવો પડશે. એપ્રિલથી જૂન દરમ્યાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે. 

ગુજરાત-મધ્ય મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યો પર સૌથી વધુ અસર
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલે કહ્યું હતું કે ‘ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં હીટ વેવ્સની સૌથી વધુ અસર જોવા મળશે. 

આકરી ગરમી માટે અલ નીનો જવાબદાર

અલ નીનો કન્ડિશનના કારણે વિવિધ દેશોમાં રેકૉર્ડબ્રેક ગરમી પડી રહી છે. આ કન્ડિશનના કારણે જ ૨૦૨૩ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હતું. અલ નીનોથી વિપરીત લા નીનોના કારણે ભારતમાં અતિશય વરસાદ પડે છે. 

mumbai news mumbai indian meteorological department national news india Weather Update