06 April, 2024 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૩-’૨૪ માટે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઇન્કમ ટૅક્સ રિટર્ન (ITR) ફૉર્મ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT)એ ગુરુવારે જણાવ્યું હતું કે કંપનીઓ માટે ITR-6 દ્વારા ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની વિન્ડો પણ ખોલવામાં આવી છે.
CBDTએ જણાવ્યું હતું કે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે આઇટી ફાઇલિંગ વિન્ડો ખોલવી એ અનુપાલનને સરળ બનાવવાનું એક પગલું છે. અસેસમેન્ટ વર્ષ ૨૦૨૪-’૨૫ માટે લગભગ ૨૩,૦૦૦ ITR ફાઇલ કરવામાં આવ્યાં છે. વ્યક્તિગત કરદાતાઓ માટે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ITR-1 (સહજ), ITR-2, ITR-4 (સુગમ) અને ITR-6 ઉપલબ્ધ છે. ITR-3, ITR-5 અને ITR-7 ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. આ અગાઉ CBDTએ ડિસેમ્બર ૨૦૨૩ અને આ વર્ષે જાન્યુઆરીમાં ITR ફૉર્મને નૉટિફાય કર્યાં હતાં.