વિક્ટરી પરેડમાં ઊમટેલા માનવમહેરામણમાં ૧૪ લોકોની તબિયત બગડી

06 July, 2024 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકોએ ૧૧,૫૦૦ કિલો કચરો કર્યો મરીન ડ્રાઇવ પર

વિક્ટરી પરેડ પૂરી થયા બાદ ગઈ કાલે સવાર સુધી મરીન ડ્રાઇવમાં ફેલાયેલા કચરાને સાફ કરવામાં આવ્યો હતો.

૧૭ વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીતીને મુંબઈ આવેલી ભારતીય ક્રિકેટ ટીમની ગુરુવારે યોજવામાં આવેલી વિક્ટરી પરેડમાં મરીન ડ્રાઇવથી વાનખેડે સ્ટેડિયમ સુધી માનવનો મહાસાગર ઊમટ્યો હતો. ક્રિકેટરોને ઓપન ડેક બસમાં જોવા માટે કલાકો સુધી ઊભા રહેલા લોકોમાંથી ૧૪ જણની તબિયત ખરાબ થતાં તેમને ધોબી તળાવ ખાતેની ગોપાલદાસ તેજપાલ (GT) હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ પરેડ પૂરી થયા બાદ મરીન ડ્રાઇવમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની બૉટલો, વેફરનાં રૅપર્સ, કાગળો અને કપડાના ટુકડાની સાથે બૂટ-ચંપલ પડેલાં જોવા મળ્યાં હતાં. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ અહીં રાતના ૧૧ વાગ્યાથી ગઈ કાલે સવારના ૮ વાગ્યા સુધી સફાઈ કરી હતી. બે મોટી ટ્રક અને પાંચ નાનાં વાહનો ભરાય એટલો ૧૧,૫૦૦ કિલો કચરો એકઠો થયો હતો. સફાઈકામ માટે ૧૦૦ કર્મચારીઓને કામે લગાવવામાં આવ્યા હતા. 

mumbai news mumbai indian cricket team marine drive brihanmumbai municipal corporation