ગુરુવારની ભવ્ય શપથવિધિમાં વડા પ્રધાનથી લઈને BJP શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો હાજર રહેશે

03 December, 2024 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાંજે શપથવિધિની તૈયારી કેવી ચાલી રહી છે એ જોવા માટે મહારાષ્ટ્ર BJPના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે પહોંચ્યાં હતા

ગઈ કાલે આઝાદ મેદાનમાં ચાલતી શપથવિધિની તૈયારી. તસવીર: શાદાબ ખાન

ગુરુવારે સાંજે પાંચ વાગ્યે આઝાદ મેદાનમાં યોજાનારી શપથવિધિને ભારતીય જનતા પાર્ટી (BJP) ભવ્યાતિભવ્ય બનાવવા માગે છે અને એની તૈયારી કરવા માટે ગઈ કાલે મુંબઈ BJPના પ્રમુખ આશિષ શેલારે પાર્ટીના નેતાઓની મીટિંગ બોલાવી હતી. આ બેઠકમાં આખો પ્લાન ફાઇનલ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

હજારોની સંખ્યામાં પાર્ટીના કાર્યકરો, મતદારો અને ધર્મગુરુઓની ઉપસ્થિતિ ઉપરાંત શપથવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાનો, BJP શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો સહિતના નેતાઓ હાજર રહેશે. BJPના મિત્રપક્ષોના નેતાઓ પણ હાજર રહે એવી શક્યતા છે.

ગઈ કાલે સાંજે શપથવિધિની તૈયારી કેવી ચાલી રહી છે એ જોવા માટે મહારાષ્ટ્ર BJPના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને પાર્ટીના નેતા પ્રવીણ દરેકર આઝાદ મેદાન પહોંચ્યા હતા.

mumbai news mumbai maharashtra maharashtra news political news bharatiya janata party narendra modi