મલાડના ગૅરેજમાં લાગેલી આગ સામેના બિલ્ડિંગની ફાયરફાઇટિંગ સિસ્ટમની મદદથી કન્ટ્રોલમાં આવી

03 January, 2025 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સમય દરમ્યાન લિબર્ટી ગાર્ડન તરફ જતા ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

મલાડ-વેસ્ટમાં મામલતદાર વાડી રોડ પરના એલિમેન્ટ બિલ્ડિંગ સામે આવેલી શાહ ઑટો નામની ગૅરેજમાં ગઈ કાલે સવારે સાડાઅગિયાર વાગ્યે અચાનક આગ લાગી ગઈ હતી. જોકે બધા કારીગરો તરત બહાર નીકળી ગયા હતા, પણ ગૅરેજનો એક કર્મચારી થોડો દાઝી ગયો હતો. ટ્રાફિકને લીધે ફાયરબ્રિગેડ આવે એ પહેલાં સામેના બિલ્ડિંગવાળાઓએ પોતાની ફાયરફાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ સમય દરમ્યાન લિબર્ટી ગાર્ડન તરફ જતા ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો.

mumbai news mumbai fire incident malad mumbai fire brigade