28 September, 2024 05:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની ફાઇલ તસવીર
વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકારી અધિકારીઓની બદલીના નિર્ણયના આદેશનું બરાબર રીતે પાલન નહીં કરવા માટે ચૂંટણી પંચે રાજ્યના ચીફ સેક્રેટરી અને ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) પાસેથી ખુલાસો માગ્યો છે. સખત શબ્દોમાં ૩૧ જુલાઈએ લખવામાં આવેલા પત્રમાં ચૂંટણી પંચે જણાવ્યું છે કે ત્રણ વર્ષથી એક જ પદ પર રહેલા અધિકારીઓને બદલી નાખવાના આદેશનું પાલન કરવામાં આવ્યું નથી. ૩૧ ઑગસ્ટ સુધીમાં રિપોર્ટ આપવાનું જણાવવામાં આવ્યા છતાં DGPએ અડધો રિપોર્ટ મોકલ્યો હતો, જ્યારે ચીફ સેક્રેટરીએ તો રિપોર્ટ મોકલ્યો નથી.