09 August, 2024 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઑક્ટોબરમાં યોજાવાની શક્યતા છે ત્યારે ઇલેક્શન કમિશને ગઈ કાલે સુધારિત મતદારયાદીનો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. લોકસભાની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં ૯,૨૯,૪૩,૮૯૦ મતદાર હતા એમાં ૭,૩૧,૯૮૪ મતદારનો ઉમેરો થતાં હવે ૯,૩૬,૭૫,૮૭૪ મતદાર થયા છે. નવા મતદારોમાં ૩,૪૦,૬૬૦ પુરુષ અને ૩,૯૧,૩૨૪ મહિલા મતદાર હોવાનું જાણવા મળ્યું હતું. ઇલેક્શન કમિશનના અધિકારીઓએ ગઈ કાલે કહ્યું હતું કે અંતિમ મતદારયાદી ૩૦ ઑગસ્ટે જાહેર કરવામાં આવશે. www.ceo.maharashtra.gov.in અને www.voters.eci.gov.in વેબસાઇટ દ્વારા ઑનલાઇન પહેલી ઑક્ટોબર સુધી મતદારયાદીમાં નામ સામેલ કરાવી શકાશે.