દિવ્યાંગ પુત્ર વૃદ્ધ માતાને લઈને મતદાન કરવા માટે આવ્યો

21 May, 2024 10:20 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

તેઓ વોટિંગ કરીને બહુ ખુશ છે

૪૯ વર્ષના દિવ્યાંગ તરુણ ગઢિયા તેમનાં ૮૫ વર્ષનાં માતા કલાવતીબહેન

દહિસર-ઈસ્ટના રાવલપાડામાં રહેતા ૪૯ વર્ષના દિવ્યાંગ તરુણ ગઢિયા તેમનાં ૮૫ વર્ષનાં માતા કલાવતીબહેનને પોતાના ખાસ બનાવવામાં આવેલા સ્કૂટર પર પોલિંગ-સ્ટેશન સુધી લઈ આવ્યા હતા અને ત્યાર બાદ બન્નેએ મતદાન કર્યું હતું. ડાબો પગ જ ન હોવાથી કૃત્રિમ પગ પહેરી શારીરિક ખોડને અતિક્રમીને ઝિંદાદિલીથી જીવતા તરુણભાઈએ કહ્યું હતું કે ‘મમ્મીને ઘૂંટણની તકલીફ છે એટલે ઘરમાં જ રહે છે. તેઓ ઘરમાં હરે-ફરે છે પણ નીચે ઊતરતાં નથી. જોકે આજે તેમણે કહ્યું કે મારે તો વોટ આપવા બૂથ પર જવું છે. તેઓ એટલે લાકડીના સહારે ધીમે-ધીમે ચાલ્યા અને ત્યાર બાદ તેમને મારા સ્કૂટર પર બેસાડીને હું અહીં લઈ આવ્યો હતો. તેઓ વોટિંગ કરીને બહુ ખુશ છે. મારી પત્ની દીપ્તિએ પણ અમને સાથ આપ્યો હતો.’

mumbai news mumbai dahisar gujaratis of mumbai Lok Sabha Election 2024