12 July, 2024 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ-નાગપુર સમૃદ્ધિ મહામાર્ગ પર છત્રપતિ સંભાજીનગર નજીક ક્રૅક આવી જતાં એને તાબડતોબ રિપેર કરવામાં આવી છે. ૪૦ મીટર લાંબી ક્રૅકને અત્યારે ભરી દેવામાં આવી છે. ડિસેમ્બર ૨૦૨૨માં આ સ્ટ્રેચને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જ્યાં ક્રૅક આવી છે એ રોડની સાઇડની દીવાલની નીચેની જમીન થોડી બેસી ગઈ હોવાથી રોડ પર ક્રૅક આવી છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશને અત્યારે તો ઇપોક્સી નામના કેમિકલનો ઉપયોગ કરીને ક્રૅક ભરી દીધી છે. થોડા સમય બાદ આ ૫૦ મીટરનો રોડ ફરી બનાવવામાં આવશે. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)ના પ્રધાન દાદા ભુસેએ કહ્યું હતું કે ૬૦૦ કિલોમીટર લાંબા આ એક્સપ્રેસવે પર બીજે ક્યાંય ક્રૅક આવી છે કે નહીં એની તપાસ કરવાનો આદેશ મેં અધિકારીઓને આપી દીધો છે. આ પહેલાં અટલ સેતુના અપ્રોચ રોડ પર પણ ક્રૅક આવી જતાં વિરોધ પક્ષોએ સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી.