23 June, 2024 08:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ નાર્વેકર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના કોલાબાના વિધાનસભ્ય અને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર ઍડ્વોકેટ રાહુલ નાર્વેકરને સેશન્સ કોર્ટે શુક્રવારે ૩૦૦૦ રૂપિયાનો દંડ કરીને તેમને ૮ જુલાઈએ હાથ ધરાનારી આગામી સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોરોનાના સમયમાં વીજળીના દરમાં વધારો કરવાના વિરોધમાં BJP દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગના જનરલ મૅનેજરની મારપીટ કરવાનો આરોપ છે. આ બાબતે બાદમાં BJPના વિધાનસભ્ય રાહુલ નાર્વેકર સહિત ૨૦ પદાધિકારીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હવે આ કેસની સ્પેશ્યલ સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. રાહુલ નાર્વેકર સુનાવણીમાં ગેરહાજર રહેતાં કોર્ટે તેમને દંડ કર્યો છે.