જો કોઈ સ્ટન્ટ કરે તો અમને ૯૦૦૪૪ ૧૦૭૩૫ નંબર પર કૉન્ટૅક્ટ કરો : સેન્ટ્રલ રેલવે

15 July, 2024 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ રેલવેએ આ સંદર્ભે રેલવે પ્રોટેક્શન ફોર્સને ગુનો નોંધીને એ યુવકો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

હાર્બર લાઇનના શિવડી સ્ટેશન પર ચાલતી ટ્રેને સ્ટન્ટ કરતા યુવાન અને તેનો વિડિયો બનાવનાર સામે ગુનો નોંધાયો છે અને હવે તેમની શોધ શરૂ કરવામાં આવી છે. એ સાથે જ સેન્ટ્રલ રેલવેએ લોકોને અપીલ કરી છે કે જો કોઈ સ્ટન્ટ કરતું જણાય તો અમને ૯૦૦૪૪ ૧૦૭૩૫ નંબર પર કૉલ કરીને જણાવો.

સોશ્યલ મીડિયા ઍક્સ પર એ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો અને એ બહુ વાઇરલ થવાથી એની નોંધ સેન્ટ્રલ રેલવેએ લીધી હતી. સેન્ટ્રલ રેલવેએ આ સંદર્ભે રેલવે પ્રોટેક્શન ફોર્સને ગુનો નોંધીને એ યુવકો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. એની સાથે જ સેન્ટ્રલ રેલવેએ લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે ‘આવા સ્ટન્ટ ન થવા જોઈએ. એને કારણે એ યુવાનો પોતાનો જીવ તો જોખમમાં મૂકે જ છે, સાથે અન્ય પ્રવાસીઓના જીવ પણ જોખમમાં મુકાય છે. તમને પણ જો કોઈ આવા જોખમી સ્ટન્ટ કરતું દેખાય તો અમને જણાવો.’ 

mumbai news mumbai harbour line train accident central railway