APMC આજે બંધ રહેશે, શાકભાજી માર્કેટ સવારના સાત વાગ્યા સુધી જ

20 May, 2024 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

APMCમાં હજારોની સંખ્યામાં વેપારીઓ, તેમના કર્મચારીઓ અને માથાડી કામગારો કાર્યરત હોય છે.

APMC માર્કેટ

લોકસભાની ચૂંટણીના આજના પાંચમા તબક્કાના મતદાનને કારણે નવી મુંબઈમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) આજે બંધ રહેશે. APMCમાં હજારોની સંખ્યામાં વેપારીઓ, તેમના કર્મચારીઓ અને માથાડી કામગારો કાર્યરત હોય છે. તેઓ મતદાન કરી શકે એ માટે આજે APMC બંધ રાખવામાં આવી છે. એમ છતાં મુંબઈગરાને શાકભાજી મળી રહે એ માટે શાકભાજી માર્કેટ સવારના સાત વાગ્યા સુધી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એથી આ દરમ્યાન હોલસેલમાંથી શાકભાજી લઈને રીટેલરને સપ્લાય થવાની હોવાથી મુંબઈગરાને શાકભાજીની કમી નહીં પડે. 

mumbai news mumbai apmc market navi mumbai Lok Sabha Election 2024