21 September, 2024 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજસાહેબ
બાલ્યાવસ્થામાં પાંચ વર્ષનું નાનકડું બાળક સ્વયંના ભોજન પહેલાં મોર અને પક્ષીઓને દાણા આપે, ગલૂડિયાંને ભોજન કરાવે અને પછી જ સ્વયં ભોજન કરે, કિશોરાવસ્થામાં ગામમાં દુકાળ સમયે સર્વ ગ્રામજનોને સહાયરૂપ બને.
ભવોભવની સર્વ જીવો પ્રત્યેની કરુણા ભાવના બાલ્યાવસ્થાથી જ દૃશ્યમાન થાય અને વર્ષો વીતતાં દેશ-વિદેશના લાખો જીવો માટે આશીર્વાદરૂપ બની જાય, આવા જૈન ગુરુ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબનો ૫૪મો જન્મોત્સવ દર વર્ષની જેમ ‘માનવતા મહોત્સવ’ રૂપે ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ ને રવિવારે સવારે ૯ કલાકે પરમધામમાં ઊજવાશે અને દેશ-વિદેશના નગર-નગરમાં માનવતા અને જીવદયાનાં અનેકવિધ સત્કાર્યો કરીને ઊજવાશે.
ઉલ્લેખનીય છે કે પરમ ગુરુદેવના જન્મોત્સવ અવસરે વિઘ્નનિવારક મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની સિદ્ધિદાયક વિશેષ જપ સાધના વર્ષમાં માત્ર એક જ વાર કરાવવામાં આવે છે. પરમ ગુરુદેવના નાભિનાદથી પ્રગટતા દિવ્ય મંત્ર ઊર્જા અને હજારો-હજારો ભાવિકોનો એકસાથે ઊઠતો શ્રી ઉવસગ્ગહર
સ્તોત્રનો મંત્રનાદ સંપૂર્ણ વાતાવરણમાં એક અનન્ય દિવ્ય અને અલૌકિક સ્પંદનોની અનુભૂતિ કરાવશે.
ડૉલર ચાલે યુએસમાં, પાઉન્ડ ચાલે યુકેમાં, રૂપિયા ચાલે ઇન્ડિયામાં, અલગ-અલગ દેશમાં અલગ-અલગ કરન્સી ચાલે, કોઈ એક કરન્સી સર્વ દેશમાં ન ચાલે, પરંતુ એકમાત્ર પુણ્યની કરન્સી એવી છે જે ચાલે દુનિયાના દરેક દેશ-પ્રદેશ અને દરેક ક્ષેત્રમાં અને આવી પુણ્યની પૂંજી એકઠી કરવાની તક પ્રદાન કરતો અવસર એટલે માનવતા મહોત્સવ. આજ સુધી માનવતાના જાણે A to Z પ્રકલ્પો પરમ ગુરુદેવની પ્રેરણાથી દેશ-વિદેશમાં ચાલી રહ્યા છે, જેમાં દરેક ક્ષેત્રના, દરેક વર્ગના, દરેક વય અને દરેક પ્રકારના જીવોને અનુલક્ષીને શાતા-સમાધિ આપવાનો પુરુષાર્થ ૩૬૫ દિવસ કરવામાં આવે છે ત્યારે એ સત્કાર્યોની શૃંખલામાં દર વર્ષે એક નવ્ય વિચાર સાથે અનેક નવા સત્કાર્યના પ્રકલ્પો માનવતા મહોત્સવ અવસરે ઉદ્ઘોષિત કરવામાં આવે છે.
આ સત્કાર્યોની વણથંભી વણજાર એટલે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપના હજારો યુવાનોએ આજ સુધી ૪૩,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને એજ્યુકેશન સહાય, ગરીબ બસ્તીના ૪૭૦૦થી વધુ બાળકોને શિક્ષણ, ૨૮,૫૦૦થી વધુ ડાયાલિસિસના દરદીઓની ટ્રીટમેન્ટ, ૧૨૦૦થી વધુ લોકોની મોતિયાની સર્જરી, ૬૦થી વધુ ગૌમાતાને આર્ટિફિશ્યલ લીંબસ આપવામાં આવેલ. આજ સુધી ૬૦,૦૦૦થી વધુ માછલીઓ, ૨૫,૫૬૬થી વધુ બકરીઓ અને હજારો પક્ષીઓને આઝાદ કરવામાં આવ્યાં; ૧૦,૦૦૦થી વધુ સાધર્મિક પરિવારને અન્નદાન સહાય; અનંત અર્હમ આહાર અંતર્ગત ૭,૦૦,૦૦૦થી વધુ ભૂખપીડિત લોકોને ભરપેટ ભોજન, ૧૦,૦૦,૦૦૦થી વધુ ગ્લાસ છાશ વિતરણ, ૫૨,૦૦૦થી વધુ મીઠાઈનાં બૉક્સનું વિતરણ, ૨૦,૦૦૦થી વધુ બ્લેન્કેટ વિતરણ, ઠેકઠેકાણે ૬૫થી વધુ જળમંદિરનું આરોપણ, ૧,૧૧,૦૦,૦૦૦થી વધુ રોટી ડિસ્ટ્રિબ્યુશન, ૧,૫૭,૦૦,૦૦૦ કિલોથી વધુ ઘાસચારો વિતરણ, ૧૯ રિક્ષાચાલકભાઈઓને રિક્ષા અર્પણ, ૧૬ ઍનિમલ ઍમ્બ્યુલન્સ જેના દ્વારા આજ સુધી ૬૭,૦૦૦થી વધુ પશુ-પક્ષીઓને ટ્રીટમેન્ટ મળી, ૭,૭૦,૦૦૦થી વધુ વયોવૃદ્ધ વડીલોને ટિફિન-સહાય આદિ... આવા તો હજી કેટલાય માનવતા અને જીવદયાના પ્રકલ્પો દેશ-વિદેશમાં ચાલી રહ્યા છે ત્યારે આ માનવતાનાં સત્કાર્યોની શૃંખલામાં હજી એક ઉમેરો થશે જ્યારે ૨૯મી તારીખે ઉદ્ઘોષિત થશે હજી એક માનવતાનો પ્રકલ્પ! એ સાથે જ માનવતા મહોત્સવ માટે પધારલા ભાવિકોને મહોત્સવ સાથે પરમધામના પ્રાંગણે આયોજિત ૫૦,૦૦૦ સ્ક્વેર ફીટના વિશાળ વિસ્તારમાં સ્થિત, મૉડર્ન ટેક્નૉલૉજી દ્વારા નિર્મિત ભવ્ય ‘લુક ઍન લર્ન - કર્મ એક્ઝિબિશન’ની મુલાકાત લેવાનો અમૂલ્ય લહાવો પણ પ્રાપ્ત થઈ શકશે.
આ અવસરે અનેક પ્રેરણાત્મક અને હૃદયસ્પર્શી દૃશ્યોની પ્રસ્તુતિ સાથે જીવનપરિવર્તન કરાવનાર અનન્ય અનુભવો, ભક્તોના ભાવોની અભિવ્યક્તિ, માનવતા અને જીવદયાનાં નવાં-નવાં કર્તવ્યોની અનુમોદના કરવા, દિવ્ય મંત્ર સાધનાની ઊર્જાનો અનુભવ કરવા ઇચ્છુક દરેક ધર્મપ્રેમી ભાવિકો માટે સમસ્ત ચાતુર્માસના લાભાર્થી માતુશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ પરિવાર તરફથી ભોજનનું આયોજન કરવામાં આવેલ છે.
માનવતા મહોત્સવમાં જોડાવા ઇચ્છુક ભાવિકો માટે ખાસ નોંધ
બાસ્વામી - પૂ. શ્રી પ્રબોધિકાબાઈ મહાસતીજી આદિ જેવા અનેક વડીલો, અનેક સંઘો અને શ્રેષ્ઠીવર્યોને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનો સમય અચૂક સવારે ૯ કલાકે રાખવામાં આવ્યો છે.
મુંબઈના ભાવિકો માટે - પારસધામ (ઘાટકોપર), પાવનધામ (કાંદિવલી) અથવા નજીકના સંઘોથી પાસ લેવા અનિવાર્ય રહેશે. વિશેષ રૂપે મુંબઈસ્થિત ભાવિકો માટે ઘાટકોપર, કાંદિવલી, દાદર, પાર્લા, બોરીવલી, મલાડ, અંધેરી, તારદેવ, વસઈ આ બધાં સ્થાનોથી બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. બસની વ્યવસ્થા અર્થે અગાઉથી આપનું નામ આપના નજીકના સંઘમાં નોંધાવવા વિનંતી.
સ્થાન ઃ પરમધામ સાધના સંકુલ વાલકસ ગામ, મુંબઈ-નાશિક હાઇવે, તાલુકો કલ્યાણ, જિલ્લો થાણે, મહારાષ્ટ્ર.
વધુ વિગત માટે સંપર્ક
+91 73030 00666
રહેવાની વ્યવસ્થા માટે
+91 73030 00444