૧૨.૫ ટન કરતાં હેવી વેહિકલ્સને રોકવા થાણેમાં હવે સ્પાઇક બૅરિયર્સ લાગશે

23 September, 2024 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેવી વેહિકલોને રોકવા અમુક જગ્યાએ અમે ‘ટાયર કિલર’ સ્પાઇક બૅરિયર્સ બેસાડવાનો નિર્ણય લીધો છે

સ્પાઇક બૅરિયર્સ

થાણેના ઘોડબંદર રોડ પર રોજ થતી ટ્રાફિક-જૅમની સમસ્યાનો ઉકેલ લાવવા હવે અમુક જગ્યાએ સ્પાઇક બૅરિયર્સ બેસાડવાનો નિર્ણય થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ લીધો છે. આ સંદર્ભે TMCએ કહ્યું છે કે ૧૨.૫ ટન કરતાં વધુ વજનનાં વાહનો માટે થાણેમાં પ્રતિબંધ હોવા છતાં ઘણાં વાહનો આ માર્ગનો ઉપયોગ કરે છે. એને કારણે રસ્તાઓને વધુ ઘસારો પહોંચે છે અને એ જલદી તૂટી જાય છે. એટલે હવે એ હેવી વેહિકલોને રોકવા અમુક જગ્યાએ અમે ‘ટાયર કિલર’ સ્પાઇક બૅરિયર્સ બેસાડવાનો નિર્ણય લીધો છે જે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા દ્વારા મૉનિટર કરવામાં આવશે. એને કારણે ઑપોઝિટ લેનમાંથી પણ વાહનો નહીં ચલાવી શકાય અને એટલે અકસ્માત પણ ઓછા થશે. જોકે કોઈ અ​ઘટિત ઘટના ન બને એ માટે TMC લોકોને એ ટાયર કિલર્સ ક્યાં-ક્યાં બેસાડ્યાં છે એની માહિતી આપશે.

mumbai news mumbai thane ghodbunder road mumbai traffic police mumbai traffic thane municipal corporation