Thane: થાણેવાસીઓ ભરી રાખજો પાણી, ગુરુવારે આ વિસ્તારોમાં 12 કલાક પાણી પુરવઠો બંધ

12 December, 2023 08:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Thane: સિદ્ધેશ્વર વૉટરશેડ પર ટેક્નિકલ કામ હાથ ધરવામાં આવનાર છે. આ કામને કારણે ગુરુવાર એટલે કે 14 ડિસેમ્બરના રોજ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો 12 કલાક માટે બંધ કરવામાં આવનાર છે.

પાણીની બાલદીની પ્રતીકાત્મક તસવીર

થાણે (Thane)માં ફરી એકવાર રહેવાસીઓએ પાણીની તંગીનો સામનો કરવો પડશે. સિદ્ધેશ્વર વૉટરશેડ પર ટેક્નિકલ કામ હાથ ધરવામાં આવનાર છે. આ કામને કારણે ગુરુવાર એટલે કે 14 ડિસેમ્બરના રોજ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો 12 કલાક માટે બંધ કરવામાં આવનાર છે. 12 કલાક માટે અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. 

આ બાબતેની અગાઉથી જાણ કરીને થાણે મ્યુનિસિપલ પ્રશાસને નાગરિકોને આ સમયગાળા દરમિયાન પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની અપીલ પણ કરી છે. જેથી નાગરિકોને આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની હાલાકીની સામનો કરવો ન પડે.

થાણેમાં કયા કામને કારણે પાણી પુરવઠો ઠપ થશે?

થાણે મ્યુનિસિપાલિટી (Thane)ની ઉથલસર પ્રભાગ સમિતિ હેઠળ આવતા સિદ્ધેશ્વર વૉટરશેડની ઇનલેટ ચેનલના 500 એમએમ વ્યાસના વાલ્વને બદલવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.  આ કામગીરી 14મી ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે, આ દરમિયાન સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી કુલ 12 કલાક માટે પાણી પુરવઠો બંધ કરવામાં આવશે.

થાણેના કયા વિસ્તારોમાં પાણી નહીં આવે?

14 ડિસેમ્બરે 12 કલાક માટે પાણી પુરવઠો બંધ કરવામાં આવશે ત્યારે આ સમયગાળા દરમિયાન વૉટરશેડ હેઠળ આવતા સિદ્ધેશ્વર, ઇટરનિટી, જોન્સન, સમતાનગર, દોસ્તી, મ્હાડા, વિવિયાના મૉલ અને આકૃતિ વગેરે વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં આવે. સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પાણી પુરવઠો 12 કલાક માટે બંધ કરવામાં આવનાર છે. આ સાથે જ આગામી એક-બે દિવસ પાણી પુરવઠો પણ પ્રભાવિત થઈ શકે છે. આ બાબતની નોંધ લેવા નગરપાલિકા પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે.

સિધ્ધેશ્વર, ઇટરનિટી, જોન્સન, સમતાનગર, દોસ્તી, મ્હાડા, વિવિયાના મૉલ અને આકૃતિ જેવાં શહેરના વિશાળ વિસ્તાર (Thane) વૉટરશેડ હેઠળ આવતા હોવાથી આ વિભાગોને અસર થશે. રહેણાંક વિસ્તાર સાથે જ આ વિસ્તારમાં મોટા હાઉસિંગ કોમ્પ્લેક્સ, મ્હાડા સોસાયટી અને ચાલીઓ પણ આવેલી છે. જો 12 કલાક માટે પાણી પુરવઠો બંધ કરવામાં આવે તો અહીંના હજારો પરિવારો આ જળસંકટથી પ્રભાવિત થશે, એમઆ કોઈ બેમત નથી. 

પરંતુ નાગરિકોને આ પ્રકારની કોઈ જ સમસ્યાનો સામનો ન કરવો પડે માટે આ સમયગાળા દરમિયાન પાણી પુરવઠો બંધ રહેશે એવી સૂચના અગાઉથી જ આપી દેવામાં આવી છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે સોસાયટીઓ અને હાઉસિંગ કોમ્પ્લેક્ષોએ ટેન્કર પાણીનો ઉપયોગ કરવો પણ પડી શકે છે.

થાણે (Thane)ના નાગરિકોએ એવી પણ સૂચના અપાઈ છે કે પાણી પુરવઠો શરૂ થાય ત્યારબાદ પણ આગામી 1થી 2 દિવસ સુધી પાણી પુરવઠો ઓછા દબાણમાં આવશે. માટે જ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીની અછતના સમયગાળા દરમિયાન પાણીનો સંયમપૂર્વક અને કાળજીથી ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

thane thane municipal corporation mumbai water levels mumbai news mumbai