07 June, 2024 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એક પાછળ એક એમ પાંચ વાહનો ભટકાયાં
થાણેના માજીવાડામાં આવેલા વિવિયાના મૉલ સામેના ફ્લાયઓવર પર ગઈ કાલે એક પાછળ એક પાંચ વાહનો એકબીજા સાથે અથડાયાં હતાં. એમાં બે જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બપોરે ૨.૨૦ વાગ્યે મુંબઈ-નાશિક લેન પર થયેલા આ અકસ્માત વિશે માહિતી આપતાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના વડા યાસિન તડવીએ કહ્યું હતું કે ‘આ ઘટનામાં ૪૭ વર્ષના ટેમ્પો-ડ્રાઇવર ભરત ચવાણ અને વૅગન-આરના ડ્રાઇવર દીપક સિંહને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તરત જ નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમની સારવાર ચાલી રહી છે.’