14 January, 2025 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેના ઘોડબંદર રોડ પરના સૂરજ વૉટર પાર્ક પાસે રવિવારે મધરાત બાદ ૨.૩૦ વાગ્યે સગીર વયના એક ટીનેજરે મહેન્દ્ર પિક-અપ વાહન પરથી કાબૂ ગુમાવતાં રસ્તા પર પાર્ક કરવામાં આવેલી બે રિક્ષાઓને અથડાઈ હતી, જેને કારણે એક રિક્ષામાં બેઠેલા થાણેના વર્તકનગરમાં રહેતા ૩૧ વર્ષના જિતેન્દ્ર કાંબળેનું મોત થયું હતું, જ્યારે બીજી રિક્ષામાં બેઠેલા ૨૯ વર્ષના ગણેશ વાઘમારેને ગંભીર ઈજા થઈ હતી. ત્યાર બાદ પિક-અપ વાહન નજીકમાં મેટ્રો સાઇટના ખાડામાં પડી ગયું હતું. આ બનાવમાં થાણેની કાસરવડવલી પોલીસે ૧૫ વર્ષના સાંઈકૃષ્ણ વિશ્વાલ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. આ બનાવને લીધે થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો.