23 September, 2022 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
થાણેના (Thane) મુંબ્રામાં (Mumbra) અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMની ઑફિસમાં (Office) તોડફોડની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અજ્ઞાત હુમલાખોરોએ ફક્ત ઑફિસમાં ઘૂસીને તોડફોડ કરી એટલું જ નહીં પણ ત્યાં હાજર બે જણ પર ધારદાર હથિયારથી હુમલો પણ કર્યો. હુમલામાં જણ ગંભીરતાથી ઇજાગ્રસ્ત થયા છે. તેમને હૉસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે.
ઘટના થાણેના મુંબ્રાની છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં બૉમ્બે કૉલોનીમાં કલવા મુમ્બ્રા વિધાનસભા અધ્યક્ષ સૈફ પઠાનની ઑફિસમાં કેટલાક લોકોએ હુમલો કર્યો. ઘટના ગુરુવાર રાતે 8 9 વાગ્યાની છે. સૈફ પઠાન પ્રમાણે, તે સમયે ઑફિસમાં બે જણ હાજર હતા. હુમલાખોરોએ બન્ને પર ધારદાર હથિયારથી હુમલો કર્યો.
આ આખી ઘટના સીસીટીવીમાં કૅપ્ચર થઈ ગઈ. આમાં જોઈ શકાય છે કે, 10થી 12 જણ હાથમાં તલવાર, લાકડીઓ લઈને ઑફિસમાં ઘુસી જાય છે અને તોડફોડ કરી મૂકે છે. ત્યાર બાદ કેટલાક લોકો ત્યાં હાજર બે જણ સાથે મારપીટ કરે છે. જો કે, કેટલાક તેમને બચાવવાનો પ્રયત્ન પણ કરે છે.
આ પણ વાંચો : Viral Video: બાળકોના ચોર સમજી સાધુઓ પર ફરી હુમલો, ભાજપ નેતાએ કરી ટિપ્પણી
સૈફ પઠાને જણાવ્યું કે અજ્ઞાત લોકો તેમના મારવા આવ્યા હતા. પણ હું ત્યાં હાજર નહોતો, અમે પહેલા પણ પ્રશાસન પાસે અરજી કરી છે કે અમને મારવા માટે કેટલાક લોકો ષડયંત્ર રચી રહ્યા છે, ઘટના બાદ સૈફ પઠાને અજ્ઞાન શખ્સ વિરુદ્ધ મુંબ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી છે. તેમણે જણાવ્યું કે અમારી ઑફિસમાં આવીને તોડફોડ કરી અને ત્યાં હાજર મિત્રોને ખરાબ રીતે ઇજાગ્રસ્ત કર્યા. આ હુમલામાં બિલાલ કાજી અને ફૈઝ મંસૂરી નામના બે જણ ઈજાગ્રસ્ત થયા છે.