30 November, 2024 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જપ્ત માલમત્તા
થાણે પોલીસે થાણે, ભિવંડી, બદલાપુર, અંબરનાથ અને કલ્યાણમાં સંખ્યાબંધ ચોરીના કેસમાં સંડોવાયેલા ૪ ચોરને પકડીને ૭૦ કરતાં વધુ કેસ સૉલ્વ કર્યા હોવાનું ડેપ્યુટી કમિશનર ઑફ
પોલીસ અમર જાધવે કહ્યું હતું.
થાણે પોલીસે આ ૪ ચોર પાસેથી ૫૧૦ ગ્રામ સોનું, ૨૪ મોબાઇલ, ૬ મોટરસાઇકલ અને ૧ કાર જપ્ત કર્યાં છે. અમર જાધવે કહ્યું હતું કે થાણે પોલીસે ચેઇન-સ્નૅચિંગના ૪૦, મોબાઇલચોરીના ૨૪ અને વાહનચોરીના ૬ કેસ આ ટોળકીને પકડીને સૉલ્વ કરી લીધા છે.