એકનાથ શિંદેને મારી ‍નાખવાની ધમકી આપતો વિડિયો બનાવનારો યુવાન પકડાઈ ગયો

07 January, 2025 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેને મારી નાખવાની સોશ્યલ મીડિયા પર ધમકી આપનાર થાણેના ૨૭ વર્ષના હિતેશ ધેંડેને થાણે પોલીસે ઝડપી લીધો છે.

ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને મારી નાખવાની ધમકી આપનાર યુવાન હિતેશ ધેંડે તેમના જ મતદારસંઘમાં રહે છે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેને મારી નાખવાની સોશ્યલ મીડિયા પર ધમકી આપનાર થાણેના ૨૭ વર્ષના હિતેશ ધેંડેને થાણે પોલીસે ઝડપી લીધો છે. થાણે પોલીસ હવે તેણે આ ધમકી શા માટે આપી એની તપાસ કરી રહી છે.

હિતેશ ધેંડેએ સોશ્યલ ​મીડિયામાં એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે એકનાથ શિંદેને ગાળો ભાંડી રહ્યો હતો અને તેમને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં હોબાળો મચી ગયો હતો. થાણેના વાગળે એસ્ટેટના શિવસેનાના પદાધિકારી પરેશ ચાળકે અને તેમના કાર્યકરોએ થાણેના શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

થાણે પોલીસ પણ ઍક્શનમાં આવી ગઈ હતી અને તેને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. પોલીસે તપાસ કરીને આખરે હિતેશ ધેંડેને ઝડપી લીધો હતો. થાણેના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રશાંત કદમે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આરોપી થાણેના શ્રીનગર એરિયામાં રહે છે. તે નવમા ધોરણ સુધી જ ભણ્યો છે અને નવમી ફેલ છે. તેને અમે ઘાટીપાડા વિસ્તારમાંથી ઝડપી લીધો છે. આરોપીએ તેના ફ્રેન્ડનો મોબાઇલ યુઝ કરીને એ ધમકીભર્યો વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે એકનાથ શિંદે સામે અશ્લીલ શબ્દો વાપર્યા હતા. આરોપી સામે શ્રીનગર પોલીસ-સ્ટેશનમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યો છે. તેને પકડવા અમારી ૬ ટીમ કામે લાગી હતી. અત્યાર સુધી જે પ્રાથમિક તપાસ કરી છે એના પરથી લાગી રહ્યું છે કે તેનો હૉસ્પિટલના એક ગાર્ડ સાથે ઝઘડો થયો હતો એથી તેણે કદાચ આ ધમકી આપી હશે. બીજું, હજી તપાસમાં ઘણી બધી વિગતો બહાર આવવાની બાકી છે. તેણે આવું શા માટે કર્યું એ અમેએ અમે તપાસ દએ અમે હવે પછીની પૂછપરછમાં જાણી શકીશું.’

eknath shinde maharashtra thane thane crime mumbai crime news crime news mumbai police social media shiv sena mumbai mumbai news news