Thane News: થાણેની બિલ્ડિંગમાં સીલિંગ પ્લાસ્ટર તૂટયું, એકને ગંભીર ઈજા

28 July, 2024 01:35 PM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

Thane News: જે રૂમની સીલિંગ તૂટી પડી છે ત્યાંના બે રહેવાસીઓને સલામતી માટે અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. એકને ગંભીર ઇજા થઈ છે.

કાટમાળની પ્રતીકાત્મક તસવીર

થાણે (Thane News)નાં કોપરી વિસ્તારમાંથી સીલિંગ પ્લાસ્ટર ધસી પડવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ દુર્ઘટના દુર્ઘટના 50 વર્ષ જૂની એક બિલ્ડિંગમાં થઈ હતી. અચાનકથી સીલિંગ પ્લાસ્ટર તૂટી પડવાથી એક વ્યક્તિને ગંભીર રીતે ઇજાઑ પહોંચી છે, સુરક્ષાનાં ભાગરૂપે તેનું ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે અને અત્યારે આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

પરોઢિયે પડી ૫૦ વર્ષની બિલ્ડિંગની સીલિંગ

રવિવારની વહેલી સવારે થાણેના કોપરી વિસ્તારમાં આ દુર્ઘટના (Thane News) બની હતી.  થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાદેશિક આપત્તિના વડા યાસિન તડવીના જણાવ્યા અનુસાર આ ઘટના 50 વર્ષ જૂની અને C-1 તરીકે વર્ગીકૃત થયેલ ચાર માળની ઇમારતના ફ્લેટમાં વહેલી સવારે સુમારે 4.05 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર સૂરજ સોલંકી નામના ૨૭ વર્ષીય વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

Thane News: જે રૂમની સીલિંગ તૂટી પડી છે ત્યાંના બે રહેવાસીઓને સલામતી માટે અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. તે ઉપરાંત પણ સાવચેતીના પગલા તરીકે થાણેની આ બિલ્ડિંગની આસપાસના સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

બાપ રે! આટલી ડેન્જરસ છે બિલ્ડિંગ?

જે બિલ્ડિંગમાં સીલિંગ તૂટવાની ઘટના બની છે તે બિલ્ડિંગ આશરે ૫૦ વર્ષથી પણ વધારે જૂની છે. વળી આ બિલ્ડિંગના કૉલમમાં પણ અનેક તિરાડો પડી ગઈ છે. એટલું જ નહીં પણ આ સ્ટ્રક્ચરનો બાકીનો ભાગ પણ જોખમી બન્યો છે. અત્યારે તો ફાયર બ્રિગેડ અને આરડીએમસીના કર્મચારીઓએ રાહત કામગીરી હાથ ધરી છે. વળી કેટલાક અઠવાડિયા પહેલા પણ આ જ બિલ્ડિંગના એક રૂમમાં સીલિંગ પ્લાસ્ટર ધસી પડ્યું હતું. એમ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું.

ગઇકાલે નવી મુંબઈમાં પડી હતી બિલ્ડિંગ

આવી જ એક બીજી ઘટના (Thane News)ની વાત કરવામાં આવે તો શનિવારે વહેલી સવારે નવી મુંબઈના સીબીડી બેલાપુર વિસ્તારમાં આવેલ ચાર માળની રહેણાંક  બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. આ બિલ્ડિંગ પડી જતાં જ ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં એ, અધિકારીઓએ જણાવ્યું હતું.

શાહબાઝ વિલેજમાં સવારે 4.50 વાગ્યે બનેલી આ ઘટના બાદ બે ઘાયલ લોકોને કાટમાળ નીચેથી જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા, તેઓએ જણાવ્યું હતું કે. જો બિલ્ડિંગના અન્ય 52 રહેવાસીઓને સમયસર બહાર કાઢવામાં ન આવ્યા હોત તો દુર્ઘટનાનું પ્રમાણ વધુ મોટું હોઈ શકે. સાંજના કલાકોમાં તેમાં અસંખ્ય તિરાડો જોવા મળી હતી. 13 રહેણાંક એકમો અને ત્રણ દુકાનો સાથેની ચાર માળની ઈમારત આજે વહેલી સવારે તૂટી પડી હતી.

mumbai news mumbai thane thane municipal corporation navi mumbai monsoon news