મેટ્રોના બાંધકામમાં ફરી નડ્યું વિઘ્ન: સામાન લઈ જતો થાણેમાં ટ્રક કાર પર પલટી થયો

27 September, 2024 05:11 PM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

Thane Ghodbunder Road Accident: ટ્રકના વજનના કારણે કારના ડ્રાઈવર તરફનો ભાગ સંપૂર્ણપણે દબાઈ જતાં તેને મોટું નુકસાન થયું હતું.

તસવીર સૌજન્ય: રાજેન્દ્ર બી. અકલેકર

મુંબઈ નજીકના થાણેના ઘોડબંદર રોડ (Thane Ghodbunder Road Accident) વિસ્તારમાં શુક્રવારે બપોરે મેટ્રો રેલ બાંધકામ માટે લોખંડની સામગ્રી લઈ જતો ટ્રક એક કાર પર પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. થાણેના ઘોડબંદર રોડ વિસ્તારના કાજુપાડામાં બનેલી આ ઘટનામાં કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. સોશિયલ મીડિયા પર અકસ્માત બાદની તસવીરો શૅર કરવામાં આવી રહી છે. આ તસવીરોમાં લોખંડના સળિયા ભરેલો ટ્રક એક  કાર પર પડી ગયેલો જોવા મળી રહી છે. ટ્રકના વજનના કારણે કારના ડ્રાઈવર તરફનો ભાગ સંપૂર્ણપણે દબાઈ જતાં તેને મોટું નુકસાન થયું હતું. અકસ્માતમાં કાર ચાલકને કયા સ્તરની ઈજાઓ થઈ તે પણ જાણી શકાયું નથી, તેમજ ટ્રક ડ્રાઈવરની સ્થિતિ અંગે હાલ કોઈ કોઈ માહિતી જાણવા મળી નથી.

દરમિયાન, વધુ એક જુદી ઘટનામાં, ગુરુવારે સવારે મહારાષ્ટ્રના (Thane Ghodbunder Road Accident) નાસિકમાં કાર-મલ્ટી-યુટિલિટી વ્હીકલ (MUV) અથડામણમાં બે લોકોના મોત થયા હતા અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પીટીઆઈના અહેવાલ મુજબ તેમણે ઉમેર્યું હતું કે, મનમાડ તરફ જતા રસ્તા પર નંદગાંવના હિરેનગર ફાટા પર એક MUV કાર સાથે અથડાઈ હતી. "અથડામણમાં શિવાજી દેશમુખ અને ઉષા મહાજન, બંને વયના 60, મૃત્યુ પામ્યા હતા. ચાર લોકોને ગંભીર ઇજાઓ સાથે અહીંની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિત અને ઇજાગ્રસ્તો મોહાડી અને પચોરાના છે. કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ ચાલી રહી છે," નંદગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું.

આ સાથે થાણે તરફના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (Thane Ghodbunder Road Accident) પર એક કારમાં અચાનકથી આગ લાગી ગઈ હતી. આ આગની ઘટના દરમિયાન કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો સમય રહેતા કારની બહાર આવી હતા તેમનો જીવ બચી ગયો હતો. પાલિકા અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે શનિવારે રાત્રે 11.15 વાગ્યે બનેલી આ ઘટના બાદ સૌથી વ્યસ્ત ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરનો ટ્રાફિક થોડા સમય માટે પ્રભાવિત થતાં માર્ગમાં જામ લાગ્યો હતો. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં બચી ગયેલા લોકો મુંબઈના ગોવંડીથી થાણે જિલ્લાના મુંબ્રા જઈ રહ્યા હતા. આ કાર તીન હાથ નાકા ખાતે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મંદિર પાસે હતી ત્યારે તેમાં અચાનકથી આગ નીકળી હતી. આ વાતની જાણ થતાં કારમાં રહેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે તરત જ બહાર કૂદી પડયા, એમ તેમણે કહ્યું. એક અધિકારીએ જણાવ્યું કે આગમાં કોઈને ઈજા થઈ ન હતી પણ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

ghodbunder road road accident thane mumbai metro mumbai news mumbai