15 December, 2024 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોલીસ-ટીમનું થયું સન્માન
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા દરમ્યાન રાજ્યભરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપરાંત રોકડ રકમની હેરાફેરી અને મતદારોને ગિફ્ટ આપવા પર નજર રાખવા માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આવા બંદોબસ્ત દરમ્યાન મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસની ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC)ની ટીમે ભાઈંદરમાંથી ૧,૨૫,૨૮,૦૦૦ રૂપિયાની કિંમતનો ૩.૧૩૨ કિલો ઉચ્ચ ક્વૉલિટીનો ચરસ જપ્ત કરીને બે આરોપીની ધરપકડ કરી હતી. આથી થાણેના કલેક્ટર અશોક શિંગારેએ ANCના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર અમર મરાઠેનું શુક્રવારે ઉત્કૃષ્ટ કાર્યવાહીનું સર્ટિફિકેટ અને સન્માનચિહ્ન આપીને સન્માન કર્યું હતું.