18 May, 2023 09:16 PM IST | Thane | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે થાણે (Thane)ના સામાજિક કાર્યકર બિનુ વર્ગીસને માહિતી મળી હતી કે થાણે શહેરના વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનની હદમાં વાગલે ઈન્ડસ્ટ્રીયલ, એસજી બર્વે રોડ, પોખરણ રોડ નંબર 16, દ્વારકા હોટલ પાસે એક એજન્ટ સેક્સ રેકેટ ચલાવી રહ્યો છે. તે ફોરેનર છોકરીઓને દેહવ્યાપાર માટે લાવવાનો હતો.
માહિતી મળતા જ થાણે AHTCના વરિષ્ઠ પીઆઈ મહેશ પાટીલને આ સેક્સ રેકેટ (Sex Racket) ચલાવતા એજન્ટ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી.
AHTCના સિનિયર પીઆઈ મહેશ પાટીલે ત્યારે ઉપરોક્ત માહિતીની ઝીણવટભરી તપાસ કર્યા બાદ પોલીસની ટીમે વાગલે એસ્ટેટ, રોડ નંબર 16 નજીકથી બે પંચ અને બોગસ ગ્રાહકોને દ્વારકા હૉટલ પાસે દરોડો પાડી 2 વિદેશી પીડિત યુવતીઓને વેશ્યાવૃત્તિના ઝાળમાંથી છોડાવી હતી. તેમની એક છોકરી રશિયન હતી તો એક ઉઝબેગિસ્તાનની હતી.
આરોપી એજન્ટ વિદેશી યુવતીઓને ટુરિસ્ટ વિઝા પર ભારતમાં બોલાવીને ગોવા, જયપુર, દિલ્હી, પંજાબ, ગુજરાત, પુણે, મુંબઈ અને થાણે (Thane Crime)માં વેશ્યાવૃત્તિનો જઘન્ય ધંધો ચલાવતો હતો. આરોપી એજન્ટ છેલ્લા 5 વર્ષથી પીડિત વિદેશી યુવતીઓના ફોટા અને વીડિયો ગ્રાહકોના મોબાઈલ ફોનના વોટ્સએપ પર મોકલીને દેહવ્યાપારનો આ ગેરકાનૂની ધંધો ચલાવતો હતો.
આ પણ વાંચો: સમીર વાનખેડે પર હતું દબાણ? આર્યન ખાન કેસમાં સામે આવી સીક્રેટ ચેટ
આરોપી એજન્ટ રશિયન, તુર્કી, ઉઝબેકિસ્તાન અને ઘણા અન્ય દેશોમાંથી યુવતીઓને લાવી દેહવ્યાપારનો ધૃણાસ્પદ ધંધો કરાવતો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી એજન્ટ સામે પીટા એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે અને બે વિદેશી પીડિત યુવતીઓને મહિલા સુધારગૃહમાં મોકલવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે.