ટીનેજરનો પીછો કરતા ટપોરીને પેરન્ટ્સે પકડીને ધિબેડી નાખ્યો અને અર્ધનગ્ન કરીને ફેરવ્યો

07 January, 2025 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાશીમીરામાં રહેતી ૧૫ વર્ષની ટીનજરને છેલ્લા કેટલાક દિવસથી ૪૦ વર્ષનો એક માણસ પીછો કરીને હેરાન કરી રહ્યો હતો. ટીનેજરે તેનાં માતા-પિતાને આ સંદર્ભે જાણ કરી હતી

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કાશીમીરામાં રહેતી ૧૫ વર્ષની ટીનજરને છેલ્લા કેટલાક દિવસથી ૪૦ વર્ષનો એક માણસ પીછો કરીને હેરાન કરી રહ્યો હતો. ટીનેજરે તેનાં માતા-પિતાને આ સંદર્ભે જાણ કરી હતી એટલે તેનાં માતા-પિતાએ સોમવારે વૉચ રાખી હતી અને જ્યારે પેલા માણસે તેનો પીછો કરીને હેરાન કરવાનું ચાલુ કર્યું એટલે તેને પકડીને ધિબેડી નાખ્યો હતો. તેને અર્ધનગ્ન કરીને ફેરવ્યો હતો જેનો ​વિડિયો પણ સોશ્યલ મિડિયા પર વાઇરલ થયો હતો. એ પછી તેમણે તે રોમિયોને પોલીસને હવાલે કર્યો હતો. કાશીમીરા પોલીસે તેની સામે છેડતીનો ગુનો તો નોંધ્યો જ હતો પણ સામે પીડિત ટીનેજર સગીર હતી એથી પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO-પૉક્સો) ઍક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Protection of Children from Sexual Offences Act POCSO crime news mumbai crime news news mumbai mumbai news viral videos social media