04 September, 2023 10:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
Teachers Day 2023: અજ્ઞાનતાથી જ્ઞાન તરફ લઈ જનારા ગુરુને ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપવામાં આવે છે. કહેવાય છે ને "ગુરુ-ગોવિંદ દોનો ખડે, કા કો લાગુ પાય, પ્રથમ વિનવું ગુરુદેવને જો ગોવિંદ દિયો બતાઈ." આપણા જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે. ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરા રોજ શિક્ષક દિવસ (Teacher`s Day) ઊજવવામાં આવે છે. આ દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, દાર્શનિક અને ભારત રત્ન દ્વારા સન્માનિત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે, જેમનો જન્મ 05 સપ્ટેમ્બર 1888ના રોજ થયો હતો.
શિક્ષક દિવસે દેશમાં શિક્ષકોના અદ્વિતીય યોગદાનને પ્રોત્સાહિત અને તે બધા શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે, જેમણે પોતાની પ્રતિબદ્ધતા અને સમર્પણના માધ્યમે ફક્ત શિક્ષાની ગુણવત્તામાં જ સુધારો નથી કર્યો પણ પોતાના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યો છે.
પહેલીવાર ક્યારે ઉજવવામાં આવ્યો હતો શિક્ષક દિવસ?
હકીકતે, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બપ 1888ના રોજ થયો હતો. સન 1962માં જ્યારે ડૉ. એસ. રાધાકૃષ્ણને ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો, ત્યારે તેમના વિદ્યાર્થીઓ 5 સપ્ટેમ્બરને એક ખાસ દિવસ તરીકે ઉજવવાની પરવાનગી માગવા માટે તેમની પાસે પહોંચ્યાં. આને બદલે, તેમણે સમાજમાં શિક્ષકોના અમૂલ્ય યોગદાનને સ્વીકારવા માટે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવાની રિક્વેસ્ટ કરી. ડૉ. રાધાકૃષ્ણને એકવાર કહ્યું હતું કે `શિક્ષકોએ દેશમાં સર્વશ્રેષ્ઠ મગજવાળા હોવું જોઈએ.` 1954માં તેમને ભારત રત્ન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
શિક્ષક દિવસનું મહત્વ
5 સપ્ટેમ્બરને સ્કૂલ, કૉલેજ, વિશ્વવિદ્યાલયો અને શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાના પ્રિય શિક્ષકો પ્રત્યે પોતાની પ્રશંસા વ્યક્ત કરવા માટે પ્રદર્શન, નૃત્ય અને વિસ્તૃત શૉ જેવા જુદાં-જુદાં આયોજનો કરે છે. અહીં સુધી કે તે લોકો માટે પણ જે હવે સ્કૂલ કે કૉલેજમાં નથી, શિક્ષક દિવસ પોતાના ગુરુઓ પ્રત્યે આભાર માનવાનો, શિક્ષકોના તેમના જીવન પર પડેલા ઊંડા પ્રભાવને સ્વીકારવાનો ઉત્કૃષ્ટ અવસર છે. શિક્ષક ગુણવત્તાપૂર્ણ શિક્ષણનો પાયો છે અને ઘણીવાર પોતાના વિદ્યાર્થીઓની સફળતા પર ગર્વ પણ કરે છે.
નોંધનીય છે કે આ વર્ષે 5 સપ્ટેમ્બર 2023ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં 75 પસંદગી પામેલ પુરસ્કાર વિજેતાઓને `રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023` દ્વારા સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President of India Draupadi Murmu) આ શિક્ષકોને પુરસ્કૃત કરશે. આમાં 50 સ્કૂલના શિક્ષકો, ઉચ્ચ શિક્ષાના 13 શિક્ષકો અને કૌશલ તેમજ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયના 12 શિક્ષક સામેલ છે.