19 January, 2025 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે મુંબઈની ૨૦મી સીમાચિહ્નરૂપ મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની ફુલ મૅરથૉનમાં ૧૨,૨૦૭, હાફ મૅરથૉનમાં ૧૫,૫૨૮, ઓપન ૧૦ કિલોમીટરની દોડમાં ૯૨૫૪, ડ્રીમ રનમાં ૨૫,૩૪૮, સિનિયર સિટિઝન રનમાં ૧૮૯૪ અને ચૅમ્પિયન્સ વિથ ડિસેબિલિટી કૅટેગરીમાં ૧૦૮૯ લોકો સહભાગી થશે.
જપાનના ટોક્યોમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આયોજિત વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં ક્વૉલિફાય થવા માટેની મૅરથૉનમાં તાતા મુંબઈ મૅરથૉનનો પણ સમાવેશ છે.
વાચકોને આમંત્રણ
શું આ તમારી માઇલસ્ટોન મૅરથૉન છે? મતલબ કે એ તમારી ૧૦૦, ૧૨૫ કે ૧૫૦મી કે એથી વધુ નંબરની મૅરથૉન છે?
શું તમે શારીરિક પડકારોનો સામનો કર્યો છે? મતલબ કે બાયપાસ સર્જરી, લિવર કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કે પછી કૅન્સર જેવા કોઈ ઘાતક રોગને માત આપ્યા પછી મૅરથૉન દોડવાનું બીડું ઝડપ્યું છે? શું કોઈ શારીરિક અક્ષમતા પછી પણ તમે મૅરથૉન હૉબી ખાતર નહીં પણ પૅશન સાથે દોડો છો?
તો મિડ-ડેને તમારું નામ, મોબાઇલ નંબર અને વિગતો લખીને મોકલોઃ gujmid@gmail.com