07 June, 2024 07:28 PM IST | Mumbai | Shilpa Bhanushali
તાલ તરંગ (તસવીર સૌજન્ય એનએમએસીસી)
કેવી રીતે તાલ તરંગની શરૂઆત થઈ, તાલ તરંગ એ ખરેખર છે શું? તાલ તરંગ 2 ક્યારે અને ક્યાં રજૂ થશેથી માંડીને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર સાથે એનો શો સંબંધ છે તે વિશે પાર્થિવ ગોહિલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે તો જાણો શું કહ્યું પાર્થિવ ગોહિલે...
તાલ તરંગ વિશે વાત કરતાં પાર્થિવ ગોહિલને જ્યારે પૂછવામાં આવ્યું કે તાલ તરંગ શું છે અને તેનું ફૉર્મેશન તેના બન્ને ભાગ વિશે તમે થોડીક માહિતી આપો ત્યારે પાર્થિવ ગોહિલ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવે છે કે તાલ તરંગ એ સંગીતનો એક કૉન્સેપ્ટ છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ઓપનિંગ થયું અને પહેલો પ્રયોગ કર્યો જેનું નામ હતું સિવિલાઈઝેશન ટુવર્ડ્સ નેશન. આની સાથે જ મને યાદ આવ્યું કે અમે જ્યારે વિદેશમાં અને બીજે બધે જતાં હોઈએ છીએ મોટા મોટા મ્યૂઝિકલ પ્લે જોઈએ, 100થી વધારે આર્ટિસ્ટ એકસાથે ગાતાં હોય, રિધમ વગાડતાં હોય, પર્ફૉર્મ કરતાં હોય એવું આપણાં દેશમાં ક્યારેય જોયું નહોતું પણ મુંબઈમાં આ વેન્યુ હવે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર તરીકે ઉપલબ્ધ છે.
આ કલ્ચરલ સેન્ટરના ઓપનિંગ બાદ મારું એવું સપનું હતું અહીં આપણો એક ગુજરાતી ગીતોનો કાર્યક્રમ થાય અને નીતા મુકેશ અંબાણીનું મને આમંત્રણ મળ્યું અને લગભગ છ મહિના પહેલા અમે આ તાલ તરંગનો કાર્યક્રમ ગોઠવ્યો. આ કાર્યક્રમને એટલો બધો સારો પ્રતિસાદ મુંબઈગરાંઓએ આપ્યો કે નીતા અંબાણીએ ત્યારે જ તાલ તરંગ પાર્ટ 2ની જાહેરાત કરી દીધી. 8 જૂન 2024ના રોજ આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે.
તાલ તરંગ 1 અને 2માં શું નવું પીરસાવાનું છે? આ વિશે વાત કરતાં પાર્થિવ ગોહિલ જણાવે છે કે તાલ તરંગની 2ની વાત કરું તો આમાં ડબલ ધમાલ, ડબલ મ્યૂઝિકની મસ્તી છે ગુજરાતી સાહિત્ય સંગીતના કૉમ્પોઝિશન, સ્વરકાર, કવિઓની રચના હોય, અને લોકજીભે ચડેલા જે ગીતો છે તે ગાઉં એ મને પણ ગમતું હોય છે જ્યારે એમના તરફથી પણ એવા ગીતો ગણગણવાનો અવાજ આવે એમનો પ્રતિસાદ આવે તે મને પણ ગમે છે. 2000 લોકો જ્યારે ગીતો ગાતા હોય એ આખી ફીલિંગ જ જુદી હોય છે અને તે માણવા માટે તમારે ત્યાં હાજર રહેવું પડે.
તાલ તરંગ માટે ખાસ ગુજરાતથી બેન્જો વાદક આવ્યા છે કારણકે ડાયરામાં બેન્જોનો ખાસ રોલ હોય છે. તાલ તરંગમાં ડાયરાની પણ ફ્લેવર છે, સુગમ સંગીત છે, આમાં રસ પણ છે, લોક સંગીત પણ છે એટલે એક રીતે કહી શકાય કે આમાં તમને લગભગ બધું જ માણવા મળશે. તો મળીએ 8 જૂન 2024ના રોજ એનએમએસીસીમાં.