સાવધાન હવે તમારું Whatsapp પણ થઈ શકે છે હૅક, આ જાણીતી અભિનેત્રી પણ ફસાઈ સ્કૅમમાં

19 September, 2024 05:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Swara Bhaskar Whatsapp Hacked: આખી દુનિયામાં વોટ્સઍપ સૌથી વધુ વપરાતો મેસેન્જિંગ ઍપ છે. જેનો ફાયદો આ સાયબર ગઠિયાઓ લે છે.

પ્રતીકાત્મક તસવીર

ટેકનૉલોજિની સાથે સાથે તેનો ગેરઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાના દરરોજ સેંકડો કેસ સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયાના (Swara Bhaskar Whatsapp Hacked) દરેક ઍપ પર લોકોના એકાઉન્ટ હૅક કરી તેમની સાથે આર્થિક અને માનસિક બન્ને પ્રકારની ઠગાઇ કરવામાં આવી રહી છે, એવો જ એક નવી છેતરપિંડીનો પ્રકાર સામે આવ્યો છે જેમાં વોટ્સઍપ યુઝર્સના એકાઉન્ટ હૅક કરી દરેક કોન્ટેક્ટ્સ પાસેથી પૈસાની માગણી કરવામાં આવે છે અને તમારા નંબરથી તમારી ઓળખીતી વ્યક્તિને મેસેજ જાય તો તમે પણ પૈસા આપી આ ફ્રોડમાં ફસાઈ શકો છો. તો ચાલો જાણીએ શું છે આ નવો સ્કૅમ.

સોશિયલ મીડિયામાં પણ તેની પોતાની ખામીઓ છે, જેમાં સાયબર ક્રાઈમ (Swara Bhaskar Whatsapp Hacked) ગંભીર ચિંતાનો વિષય છે. ઉભરી રહ્યો છે. વોટ્સઍપ યુઝર્સ માટે મોટું જોખમ બનેલા નવા સ્કૅમના કેસ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય વાત એમ છે કે આ હૅકિંગનો અનેક મોટા સેલેબ્સ પણ શિકાર બન્યા છે. તાજેતરમાં બૉલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે તેના ફોલોઅર્સને જાણ કરી હતી કે તેનું વોટ્સઍપ એકાઉન્ટ હૅક થઈ ગયું છે. સ્વરાએ તેના કોન્ટેક્ટના લોકોને વિનંતી કરી કે તેના નંબર પરથી મળેલા કોઈપણ મેસેજનો જવાબ નહીં આપવા અને જો પૂછવામાં આવે તો કોઈપણ પ્રકારના પૈસા અથવા OTP ન મોકલે અને તે આ અંગે વધુ તપાસ કરી રહી છે.

વોટ્સઍપ એકાઉન્ટ હૅક થાય તો શું કરવું?

આખી દુનિયામાં વોટ્સઍપ સૌથી વધુ વપરાતો મેસેન્જિંગ ઍપ છે. જેનો ફાયદો આ સાયબર ગઠિયાઓ લે છે. વોટ્સઍપ યુઝર્સની એક ભૂલથી એકાઉન્ટ હૅક થઈ શકે છે. ઘણીવાર, હૅકર્સ યુઝર્સને તેમનો પાસવર્ડ અને વેરિફિકેશન કોડ શૅર કરવા માટે કહે છે અને જો આ ડેટા ગઠિયાઓને મળી જાય તો તમારું વોટ્સઍપ હૅક (Swara Bhaskar Whatsapp Hacked) થઈ શકે છે. હૅકિંગના પ્રયાસો સામે બચવા માટે "ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન" તમને મદદ કરી શકે છે. આ ફીચરને ‘ઓન’ માં સ્વિચ કરી શકે છે. ટુ સ્ટેપ ફેક્ટર ઓથેન્ટિકેશન શરૂ કર્યા બાદ ઍપમાં લૉગિન કરવા માટે તમને પાસવર્ડ સાથે એક પિન અથવા ઓટીપીની પણ જરૂર હશે જેથી તમારું એકાઉન્ટ ડબલ-લેયર સાથે વધુ સુરક્ષિત બનશે. તેમ જ જો તમે પણ સાયબર ક્રાઈમનો શિકાર બન્યા છો તરત જ https://www.cybercrime.gov.in/ અથવા 1930 નેશનલ હેલ્પલાઈન નંબર પર આ બાબતની ફરિયાદ નોંધાવો.

આ સાથે એકાઉન્ટ હૅક (Swara Bhaskar Whatsapp Hacked) થવાથી બચાવવા માટે તમારા વોટ્સઍપની સેટિંગ્સમાં જાઓ. ખોલવા માટે ક્લિક કરો. તે બાદ તેમાં ‘પ્રાઈવસી’ના ઓપ્શનમાં જઈને "એડવાન્સ્ડ" સુધી નીચે સ્ક્રોલ કરો અને ક્લિક કરો. અહીં "કોલ્સમાં IP એડ્રેસને પ્રોટેક્ટ’ કરો અને "લિંક પ્રિવ્યુને ડિસેબલ’ બંને પર ક્લિક કરો. એકવાર તમે આ કરી લો, હૅકર્સ તમારા ફોનને હૅક કરી શકશે નહીં કારણ કે તમારું IP સરનામું સુરક્ષિત છે!! એકવાર તમે તમારા આઈપીને વોટ્સએપમાં સુરક્ષિત કરી લો, પછી તમારું વોટ્સએપ હૅક થવાની શક્યતા ઓછી થઈ જાય છે.

swara bhaskar whatsapp cyber crime mumbai news social media