આદિત્ય ઠાકરેના નજીકના શખ્સની EDએ કરી ધરપકડ, આ કૌભાંડનો મૂક્યો આરોપ

17 January, 2024 10:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

EDએ આજે આદિત્ય ઠાકરેન નજીકના વ્યક્તિની ધરપકડ કરી છે. આ ધરપકડ BMC કોવિડ સેન્ટર ખિચડી કૌભાંડને લઈને કરવામાં આવી છે. માહિતી માટે જણાવવાનું કે આ કૌભાંડ 6.7 કરોડનું છે.

સુરજ ચવ્હાણ અને આદિત્ય ઠાકરેની તસવીરોનો કૉલાજ

EDએ આજે આદિત્ય ઠાકરેના નજીકના વ્યક્તિની ધરપકડ કરી છે. આ ધરપકડ BMC કોવિડ સેન્ટર ખિચડી કૌભાંડને લઈને કરવામાં આવી છે. માહિતી માટે જણાવવાનું કે આ કૌભાંડ 6.7 કરોડનું છે.

મહારાષ્ટ્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આદિત્ય ઠાકરેના નજીકના શખ્સ સૂરજ ચવ્હાણની EDએ ધરપકડ કરી લીધી છે. સૂરજ ચવ્હાણની ઈડીએ બીએમસી ખિચડી કોવિડ કૌભાંડ મામલે ધરપકડ કરી છે. માહિતી પ્રમાણે, ગયા વર્ષે ઑક્ટોબરમાં કેસ સાથે જોડાયેલા આરોપીઓના ઠેકાણાં પર ઈડીએ દરોડા પણ પાડ્યા હતા. (Suraj Chavan, close aide of Aaditya Thackeray)

મુંબઈ  પોલીસે કરી હતી એફઆઈઆર
માહિતી માટે જણાવવાનું કે આ પહેલા બીએમસી કોવિડ સેન્ટર ખિચડી કૌભાંડને લઈને મુંબઈ પોલીસને આર્થિક ક્રાઈમ બ્રાન્ચે કેસ દાખલ કર્યો હતો. આ કેસ લગભગ 6.7 કરોડ કૌભાંડને લઈને હતો. સૂરજ ચવ્હાણ શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેના નજીકના ગણાવવામાં આવી રહ્યા છે. આ મામલે પોલીસે કુલ 7 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પછીથી આ એફઆઈઆરને ઈડીએ આધાર બનાવતા PMLA હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી.

અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા લાખો રૂપિયા
જણાવવાનું કે મુંબઈ પોલીસને EOWને કહેવાતી રીતે ખિચડી કૌભાંડમાં તપાસ દરમિયાન અનેક મહત્ત્વની માહિતી મળી હતી. સૂત્રો પ્રમાણે, સૂરજ ચવ્હાણ અને અમોલ કીર્તિકરના બેન્ક અકાઉન્ટમાં કેટલાક એવા પૈસા આવ્યા છે જે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન છે અને તેનો સંબંધ આ કૌભાંડના પૈસા સાથે છે એવું લાગી રહ્યું છે. અત્યાર સુધીની તપાસમાં ખબર પડી છે કે કીર્તિકરના અકાઉન્ટમાં 52 લાખ રૂપિયા અને સૂરજ ચવ્હાણના અકાઉન્ટમાં 37 લાખ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા છે. (Suraj Chavan, close aide of Aaditya Thackeray)

આદિત્ય ઠાકરેના ખૂબ જ નજીકના નેતા
સૂરજ ચવ્હાણને આદિત્ય ઠાકરેના ખૂબ નજીકના નેતા માનવામાં આવે છે, જ્યારે અમોલ કીર્તિકર સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર છે. આશ્ચર્યજનક વાત એ છે કે ગજાનન કીર્તિકર શિંદે સાથે છે જ્યારે તેમનો પુત્ર અમોલ કીર્તિકર ઉદ્ધવ ઠાકરે જૂથમાં છે.

ટેન્ડર મેળવવા રાજકીય પ્રભાવનો ઉપયોગ કર્યો હતો
EOW ને શંકા છે કે આ બંનેએ પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને એક કોન્ટ્રાક્ટરને ખીચડી માટે ટેન્ડર મેળવવામાં મદદ કરી હતી, જોકે કોન્ટ્રાક્ટર ટેન્ડર માટે લાયક ન હતો, તેમ છતાં તેણે ટેન્ડર મેળવ્યું હતું. ખીચડી કૌભાંડ કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં ફોર્સવન મલ્ટી સર્વિસિસના નામનો પણ ઉલ્લેખ છે જેના ખાતામાંથી સૂરજ અને અમોલને પૈસા મળ્યા છે.

નોંધનીય છે કે શિવસેના (UBT) નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે (Aaditya Thackeray Slams BJP)એ ફરી એકવાર કેન્દ્રના પીએમ નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર પર નિશાન સાધ્યું છે. દક્ષિણ મુંબઈના ગિરગાંવમાં શિવસેનાના યુબીટી કાર્યક્રમમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે આદિત્ય ઠાકરેએ કેન્દ્ર અને એકનાથ શિંદે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કે આ મુંબઈ આપણું છે. આ મુંબઈએ દેશ ચલાવ્યો છે. શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે, “આ સરકાર મહારાષ્ટ્ર વિરોધી છે. શું તમારા રાજ્યમાં એક પણ નવો ઉદ્યોગ આવ્યો છે? તમારા ભવિષ્ય માટે કોણ લડે છે તેના પર ધ્યાન આપો.”

aaditya thackeray shiv sena uddhav thackeray directorate of enforcement brihanmumbai municipal corporation covid19 mumbai news mumbai maharashtra political crisis maharashtra news maharashtra