25 January, 2024 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુપ્રિયા સુળે
એનસીપીનાં નેતા સુપ્રિયા સુળેએ બુધવારે દાવો કર્યો હતો કે સંસદમાં રજૂ કરાયેલા સરકારી ડેટા મુજબ કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા દાખલ કરાયેલા ૯૫ ટકા કેસ વિરોધ પક્ષોના નેતાઓ વિરુદ્ધ છે.
સુપ્રિયા સુળેએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની ઑફિસની બહાર પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સત્યમેવ જયતે (સત્યનો વિજય થશે). આ અમારા માટે સંઘર્ષનો સમયગાળો છે. ભવિષ્યમાં પડકારો આવશે, પરંતુ સત્યના માર્ગ પર ચાલવાનું ચાલુ રાખીશું. સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા ડેટા મુજબ કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા દાખલ કરાયેલા ૯૫ ટકા કેસ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ છે તેથી રોહિત પવારને ઈડી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા એ બાબત આશ્ચર્યજનક લાગતી નથી. તેમણે તાજેતરમાં ખેડૂતો અને યુવાનોની દુર્દશાને ઉજાગર કરવા માટે રાજ્યવ્યાપી સંઘર્ષયાત્રા કાઢી હતી અને એને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો.’
તેમને પૂછવામાં આવ્યું કે શું પાર્ટી કાર્યકર્તાઓ એનસીપી કાર્યાલયની બહાર શક્તિપ્રદર્શન માટે એકઠા થયા હતા? ત્યારે તેમણે કહ્યું હતું કે એ શક્તિપ્રદર્શન નથી, પરંતુ તેમના (રોહિત પવાર) માટે પ્રેમ અને લાગણી છે.