13 August, 2024 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુપ્રિયા સુળે
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)નાં બારામતીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘મારો મોબાઇલ નંબર અને વૉટ્સઍપ અકાઉન્ટ હૅક કરનારાએ મને બ્લૅકમેઇલ કરીને ૪૦૦ અમેરિકન ડૉલરની માગણી કરી છે. અમારી પાર્ટીના જનરલ સેક્રેટરી અદિતિ નલાવડેનું વૉટ્સઍપ પણ હૅક થયું છે અને તેની પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની માગણી કરવામાં આવી છે. અમે તેમને રૂપિયા આપવાનું આશ્વાસન આપીને ઍક્ટિવ રાખ્યા છે. હૅકરે રૂપિયા ટ્રાન્સફર કરવા માટે બૅન્કનો અકાઉન્ટ નંબર પણ મોકલ્યો છે. આ બહુ ગંભીર મામલો છે.’
સુપ્રિયા સુળેએ બાદમાં આ બાબતે પુણે ગ્રામીણના યવત પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકમાં સુપ્રિયા સુળેનો મોબાઇલ નંબર અને વૉટ્સઍપ અકાઉન્ટ શરૂ કરી આપ્યાં હતાં. સુપ્રિયા સુળેએ પોલીસનો આભાર માન્યો હતો.