03 January, 2023 07:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)
સુપ્રીમ કૉર્ટમાં (Supreme Court) સિનેમાઘરોની અંદર દર્શકોને મફત શુદ્ધ પાણી આપવા માટે કહ્યું છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની પીઠે કહ્યું કે સિનેમાહૉલ માલિક દર્શકોને પોતાનો ખોરાક અને વેબરેઝ લઈ જવાથી અટકાવી શકે છે પણ સિનેમાહૉલની અંદર સાફ પાણી તેમને મફત આપવું જોઈએ. સુપ્રીમ કૉર્ટે સાથે જ કહ્યું કે પેરેન્ટ્સની સાથે આવનારા નાના બાળકો અથવા નવજાત શિશુ માટે યોગ્ય માત્રામાં ખોરાક અંદર લઈ જવાની પરવાનગી આપવી જોઈએ.
હકિકતે, સુપ્રીમ કૉર્ટમાં (Supreme Court) આ અરજી જમ્મૂ કાશ્મીરના સિનેમાઘરના માલિકોએ દાખલ કરી હતી. જમ્મૂ કાશ્મીર હાઈકૉર્ટે રાજ્યના મલ્ટીપ્લેક્સ/સિનેમાહૉલને સિનેમા જોનારાને પોતાનું ફૂડ અને પાણી અંદર લઈ જવાનો આદેશ આપ્યો હતો. સિનેમાહૉલે આ નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલત તરફ વળ્યા હતા.
સિનેમાહૉલ તરફથી વરિષ્ઠ વકીલ કે વી વિશ્વનાથન રજૂ થયા હતા. તેમણે દલીલ આપી કે કારણકે સિનેમાહૉલ્સ એક ખાનગી સંપત્તિ છે તો ત્યાં તે પ્રવેશના અધિકારને રિઝર્વ રાખી શકે છે. તેમણે દલીલ આપી કે આ પ્રકારના પ્રતિબંધોથી સુરક્ષા મજબૂત થાય છે અને આવી વ્યવસ્થા ઍરપૉર્ટ પર પણ જોવા મળે છે. તેમણે સાથે જ જોડ્યું કે જમ્મૂ કાશ્મીર સિનેમા (રેગ્યુલેશન) રૂલ્સ 1975માં આનો ઉલ્લેખ ક્યાંય પણ નથી કે સિનેમા જોવા જનારા જમવાનું પણ લઈ જઈ શકે છે. તેમણે કહ્યું કે કોઈને સિનેમાહૉલ જવા માટે અટકાવી શકાય નહીં અને ત્યાં જઈને ખાવાનું ખરીદવું ફરજિયાત નથી.
આ દલીલો પર ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે સિનેમાહૉલની સંપત્તિ ખાનગી સંપત્તિ હોય છે. આના માલિક પાસે નિયમ કાયદા ઘડવાનો અધિકાર છે. તે એવી શરતો રાખી શકે છે જે સામાન્ય લોકોના હિતમાં ન પણ હોય. હાઈકૉર્ટે આ નિર્ણય આપીને પોતાની સીમાનું અતિક્રમણ કર્યું છે. આથી સિનેમાહૉલના માલિકોના અધિકારનું ઉલ્લંઘન થશે.
આ પણ વાંચો :Maharashtra:CM એકનાથ શિંદે જશે અયોધ્યા, પહેલા ઠાકરે પર લગાવ્યો હતો ગંભીર આક્ષેપ
જોકે, ચીફ જસ્ટિસે સાથે જ સિનેમાહૉલને કહ્યું કે સિનેમા જોવા જનારા દર્શકોને તે મફતમાં શુદ્ધ પાણી આપે. સાથે જ માતા પિતા સાથે જનારા નાના બાળકો માટે પૂરતી માત્રામાં ખાવાનું લઈ જવા માટે પણ પરવાનહી આપે.