14 May, 2024 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ જણાવ્યા મુજબ ગઈ કાલે આવેલા વંટોળને કારણે પવઈમાં આવેલા બાવીસ કિલોવૉટના સબ-સ્ટેશનમાં ભારે નુકસાન થયું છે અને અનેક પાર્ટ્સ ડૅમેજ થયા છે જેના કારણે BMCના કુર્લા-વેસ્ટ અને ભાંડુપ-વેસ્ટના કેટલાક વિસ્તારમાં આજે પાણી નહીં આવે. BMCના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સમારકામ કરી રહ્યા છે, છતાં વધુ સમય લાગી શકે એમ છે એથી ‘એસ’ વૉર્ડના મોરારજીનગર, જય ભિમનગર, લોક વિહાર અને રેનેસાં હોટેલમાં પાણીપુરવઠો નહીં થઈ શકે. એ જ પ્રમાણે ‘એલ’ વૉર્ડ હેઠળના કુર્લા કાજુપાડા, બૈલ બજાર, કમાણી, પ્રીમિયર રેસિડેન્સી, સુંદર બાગ, ન્યુ મિલ રોડ, બ્રાહ્મણ વાડી, તકિયા વૉર્ડ અને અન્ય વિસ્તારોમાં પાણી નહીં આવે.