Stunt In Local Train: દોડતી લોકલ ટ્રેનમાંથી કૂદી ગયો શખ્સ, માંડ બચ્યો જીવ

11 September, 2023 05:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં લોકલ ટ્રેન (Mumbai Local Train)માં સ્ટંટ કરવાના અનેક કિસ્સાઓ સતત પ્રકાશમાં આવતા રહે છે. રેલવે આવા સ્ટંટ કરનારા યુવકો સામે કાર્યવાહી કરે છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં લોકલ ટ્રેન (Mumbai Local Train)માં સ્ટંટ કરવાના અનેક કિસ્સાઓ સતત પ્રકાશમાં આવતા રહે છે. રેલવે આવા સ્ટંટ કરનારા યુવકો સામે કાર્યવાહી કરે છે, પરંતુ આ કાર્યવાહી બાદ પણ રેલવેમાં સ્ટંટ (Stunt In Local Train)ના વીડિયો વારંવાર સામે આવતા રહે છે. હવે ફરી એકવાર એક સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં આ યુવકના સ્ટંટ (Stunt In Local Train)નો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક યુવક ટ્રેનની બહાર દરવાજાની ફ્રેમ પકડીને સ્ટંટ કરી રહ્યો છે. ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ યુવકે ચાલતી ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. આ યુવકે લોકલ ટ્રેનમાં લટકીને કુર્લાથી માનખુર્દ સુધીની મુસાફરી કરી હતી.

વાયરલ વીડિયો (Viral Video)માં ટ્રેન ખૂબ જ સ્પીડથી દોડતી જોવા મળી રહી છે. ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ યુવક પગ નીચેથી ખતરનાક રીતે નીચે કૂદી ગયો હતો. તે વ્યક્તિ દોડતી ટ્રેનમાંથી પાટા પર કૂદી પડ્યો હતો. ટ્રેનની સ્પીડ ધીમી થતાં જ તે વ્યક્તિએ છલાંગ મારી હતી. સદનસીબે ટ્રેનની સ્પીડ વધુ ન હતી. જો સ્પીડ વધુ હોત તો યુવક ભયાનક અકસ્માતનો શિકાર બન્યો હોત.

પોલીસે કાર્યવાહી કરવાની ખાતરી આપી

આ વીડિયો સામે આવ્યા બાદ રેલવેએ તેની ગંભીર નોંધ લીધી છે. રેલવે પ્રશાસને મધ્ય રેલવે આરપીએફને પગલાં લેવા જણાવ્યું છે. આ પછી મધ્ય રેલવે આરપીએફએ આ બાબત રેલવે પ્રોટેક્શન ફોર્સ મુંબઈ ડિવિઝનના ધ્યાન પર લાવી હતી. આરપીએફએ કહ્યું કે આ મામલો જરૂરી કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવ્યો છે.

દોઢ જ વર્ષમાં નવો બ્રિજ ખખડ્યો

મરીન લાઇન્સ સ્ટેશન પર હજારોની સંખ્યામાં લોકો ચડતા-ઊતરતા હોય છે. અહીં સાઉથ મુંબઈની પ્રખ્યાત માર્કેટો, ઑફિસિસ હોવાથી અવરજવરનું પ્રમાણ વધુ હોય છે. જોકે મરીન લાઇન્સ સ્ટેશનની બહાર આવવા માટે એક-દોઢ વર્ષ પહેલાં જ તોડીને ફરીથી બનાવેલો અને રેલવેને જોડીને આવેલો બીએમસીનો બ્રિજ આટલા ટૂંક સમયમાં જ કથળેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. જોકે સ્ટેશનની બહાર ટુવર્ડ્સ ચર્ચગેટ તરફ અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકોએ નાછુટકે આ જ બ્રિજનો ઉપયોગ કરવો પડે છે. જોકે બ્રિજની સીડીઓની ટાઇલ્સ તૂટવાની સાથે બ્રિજની સીડીઓ એકદમ ઓછા અંતરે અને સાંકડો બ્રિજ હોવાથી લોકોએ જોખમ સાથે અહીંથી પસાર થવું પડે છે. 

મરીન લાઇન્સ સ્ટેશન પર પ્લૅટફૉર્મ-નંબર ૨, ૩, ૪ પરથી જતો બ્રિજ હાલમાં તોડી પાડ્યો હોવાથી સ્ટેશનની બહારનો મરીન લાઇન્સ ફ્લાયઓવર યુઝલેસ બની ગયો છે. એથી બીએમસીના નવા બનાવેલા આ જ બ્રિજનો ઉપયોગ લોકોએ નાછુટકે કરવો પડે છે. આ બ્રિજનો ઉપયોગ કરીને ઈસ્ટમાં આ‍વેલી અને પ્રખ્યાત કાલબાદેવી, લુહાર ચાલ, ચીરાબજાર વગેરે માર્કેટમાં જઈ શકાય છે. એથી આ બ્રિજનો ઉપયોગ કરીને લોકો જતા તો હોય છે પરંતુ અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલીભર્યું છે. એથી મજબૂરી હોવાથી આ બ્રિજ ઊતરતાં કબ્રસ્તાન પણ છે છતાં લોકો પસાર થાય છે અને એટલે મહિલાઓ, બાળકો પસાર થતાં અચકાતાં હોય છે.

mumbai local train virar mumbai mumbai news maharashtra