કૉલેજિયનોએ જરૂરિયાતમંદ લોકો માટે ભેગું કર્યું ૬૨૭૨ કિલો અનાજ

23 October, 2024 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે સખત મહેનત કરીને ૬૨૭૨ કિલો અનાજ ભેગું કર્યું હતું

વિદ્યાર્થીઓ

શ્રી વિલે પાર્લે કેળવણી મંડળની દ્વારકાદાસ જે. સંઘવી કૉલેજ ઑફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા ગયા વર્ષની સફળતાથી પ્રેરાઈને આ વર્ષે ફરી એક વાર ગ્રેન-અ-થૉનનું આયોજન કર્યું હતું અને એમાં જોરદાર સફળતા મેળવી હતી.

કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ માટે વિવિધ પ્રકારનું અનાજ એકઠું કરવામાં આવ્યું હતું. તેમણે સખત મહેનત કરીને ૬૨૭૨ કિલો અનાજ ભેગું કર્યું હતું. રવિવારે કૉલેજના નૅશનલ સર્વિસ સ્કીમ (NSS)ના વિદ્યાર્થીઓએ ભેગું કરેલું અનાજ અંધેરી, બોરીવલી અને કાંદિવલીના અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ અને રસ્તા પર રહેતા જરૂરિયાતમંદ લોકોને વહેંચ્યું હતું. આમ કરીને તેમણે તેમની સામાજિક જવાબદારી સુપેરે બજાવી હતી.

mumbai news mumbai Education vile parle gujaratis of mumbai