મતદાન-કેન્દ્રોમાં ભીડ ટાળવા એકસાથે ચાર મતદારને પ્રવેશ આપવામાં આવશે

20 November, 2024 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મુંબઈમાં લાંબી લાઇનો લાગી હતી અને એના કારણે અનેક મતદારો મત આપ્યા વિના પાછા ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

આ વર્ષે મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મુંબઈમાં લાંબી લાઇનો લાગી હતી અને એના કારણે અનેક મતદારો મત આપ્યા વિના પાછા ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આને લીધે મતદાનની ટકાવારીને પણ અસર પહોંચી હતી. આથી વિધાનસભાની ચૂંટણી માટે આજે થનારા મતદાન માટે રાજ્યના ચૂંટણીપંચે ઝડપથી મતદાન થઈ શકે એ માટેનાં પગલાં લીધાં છે.

ચૂંટણીપંચના અધિકારીના જણાવ્યા મુજબ મતદાન-કેન્દ્રમાં પહોંચેલા મતદારોએ મત આપવા માટે વધુ સમય રાહ ન જોવી પડે એ માટે દરેક બૂથમાં એકસાથે ચાર મતદારને પ્રવેશ આપવામાં આવશે. આ વ્યવસ્થાથી મતદાન-કેન્દ્રોમાં લાઇન નહીં લાગે અને બૂથ પર પહોંચેલી દરેક વ્યક્તિ મત આપી શકશે અને મુંબઈમાં મતદાનની ટકાવારીમાં પણ વધારો થશે.

મતદારો માટેની ગાઇડલાઇન

મતદાન-કેન્દ્રમાં મોબાઇલ નહીં લઈ જઈ શકાય.

મતદાર-યાદીમાં નામ ન મળતું હોય કે મતદાન-કેન્દ્ર ક્યાં આવેલું છે એની ખબર ન હોય તો https://electoralsearch.eci.gov.in/pollingstation, https://electoralsearch.eci.gov.in/ વેબસાઇટમાંથી માહિતી મેળવી શકાશે.

મતદાન કર્યા બાદ તમે મત આપ્યો છે એ જ ઉમેદવારને મત પડ્યો છે એ જાણવા માટે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન સાથે જોડવામાં આવેલા VVPAT મશીનમાંથી નીકળતી ​સ્લિપ જોઈ શકો છો.

મતદાન-કેન્દ્રમાં એકસાથે મોટા પ્રમાણમાં મતદારો પહોંચે તો તેમને બેસવા માટેની પંખાની સુવિધા સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે.

સિનિયર સિટિઝનોને પહેલાં મતદાન કરવાની સુવિધા કરવામાં આવી છે.

આઇડેન્ટિટી-પ્રૂફ માન્ય

 વોટર આઇડે​ન્ટિટી કાર્ડ

 પાસપોર્ટ

 ડ્રાઇવિંગ લાઇસન્સ

સરકારી કે પબ્લિક સેક્ટરની કંપનીનું આઇડે​ન્ટિટી કાર્ડ

બૅન્ક કે પોસ્ટ ઑફિસના અકાઉન્ટની ફોટા સાથેની પાસબુક

પૅન-કાર્ડ

નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (NPR) સ્માર્ટ કાર્ડ

મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી ઍક્ટ (MGNREGA) આઇડે​ન્ટિટી કાર્ડ

 લેબર હેલ્થ ઇન્શ્યૉરન્સ કાર્ડ

 પેન્શન ડૉક્યુમેન્ટ

 ડિસેબિલિટી કાર્ડ

 આધાર કાર્ડ

સુવિધાઓ

મતદાન-કેન્દ્રોમાં પાણી, ટૉઇલેટ, વેઇટિંગ એરિયા અને બેસવાની વ્યવસ્થા હશે.
 
દિવ્યાંગ મતદારો માટે રૅમ્પ, વ્હીલચૅર અને સ્વયંસેવકોની સુવિધા હશે.

ઓપન મતદાન-કેન્દ્રમાં મંડપ, પંખો, મેડિકલ કિટ અને વ્યવસ્થિત વીજળીની સુવિધા હશે.

દિવ્યાંગ મતદારોને મતદાન-કેન્દ્ર સુધી લાવવા અને ઘરે મૂકવાની ફ્રી વ્યવસ્થા કરવામાં આવી છે.

૬૭૧ સ્થળોએ ૭૦ વાહનોની મુંબઈ ટાઉનમાં અને સબર્બ્સમાં ૬૧૩ સ્થળોએ ૯૨૭ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

maharashtra assembly election 2024 maharashtra mumbai news maharashtra news mumbai news