13 October, 2024 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચોકના સ્મારકનું પડદો હટાવી ઉદ્ઘાટન
અંધેરીમાં લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં મશહૂર અભિનેત્રી શ્રીદેવી જે અપાર્ટમેન્ટમાં રહેતી હતી એ ગ્રીન એકર્સની બાજુમાં આવેલા ચાર રસ્તાના ચોકને ગઈ કાલે શ્રીદેવી કપૂર ચોક નામ આપવામાં આવ્યું હતું. એ પ્રસંગે તેમના પતિ બોની કપૂર અને દીકરી ખુશી કપૂર હાજર રહ્યાં હતાં. સાથે જ વીતેલા જમાનાનાં જાજરમાન અભિનેત્રી શબાના આઝમી પણ હાજર રહ્યાં હતાં.
બોની કપૂરે શ્રીદેવીના ફોટો સાથેના ચોકના સ્મારકનું પડદો હટાવી ઉદ્ઘાટન કર્યું હતું. એ પછી તે પગે પણ લાગ્યા હતા અને ફોટોને સ્પર્શ પણ કર્યો હતો. જ્યારે શ્રીદેવીની દીકરી ખુશી કપૂર પપ્પા બોની કપૂર સાથે ગુમસૂમ ઊભી હતી. ઉદ્ઘાટનની ઘડીએ તે ઇમોશનલ થઈ ગઈ હોવાનું જણાઈ રહ્યું હતું.