17 January, 2024 04:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્પાઈસજેટ (ફાઈલ તસવીર)
સ્પાઈસજેટ (SpiceJet) ઍરલાઈન ચર્ચામાં છે અને હોય પણ કેમ નહીં. આખરે ફ્લાઈટ ટિકિટ લઈને કોઈ પ્રવાસીને પ્લેનના ટૉઈલેટમાં બેસીને આખી જર્ની પૂરી કરવી પડે તો તે ચર્ચામાં તો આવશે જ. હા, મુંબઈથી બેંગ્લુરુ જનારી સ્પાઈસજેટ (Mumbai-Bengaluru Flight)ની ફ્લાઈટના ટૉયલેટમાં એક પ્રવાસ એટલી ખરાબ રીતે ફસાઈ ગયો કે તે ફ્લાઈટના લેન્ડ થયા બાદ જ બહાર નીકળી શક્યો. હવે સ્પાઈસજેટ તરફથી અસુવિધા વેઠનાર આ પ્રવાસીને સંપૂર્ણ રિફન્ડ આપવામાં આવશે. (SpiceJet Passenger stuck in washroom)
શું છે આખી ઘટના?
આ ઘટના મંગળવારની છે, જ્યારે મુંબઈથી એક પ્રવાસી સ્પાઈસજેટની ફ્લાઈટમાં બેંગ્લુરુ માટે રવાના થયો હતો. આ દરમિયાન તે ટૉઇલેટમાં ગયો અને લગભગ એક કલાકથી વધારેના સમયમાં આખી મુસાફરી પૂરી થયા સુધી તે બહાર ન નીકળ્યો. હકીકતે, પ્લેનના વૉશરૂમનો દરવાજો એવી રીતે ફસાઈ ગયો કે તે ખુલ્યો જ નહીં. દરવાજાના લૉકમાં આવેલી ખરાબીને આખી ફ્લાઈટ દરમિયાન તમામ પ્રયત્નો છતાં પણ ખોલવામાં આવી શક્યું નહીં. બેંગ્લુરુમાં ફ્લાઈટ લેન્ડિંગ બાદ એક ઈન્જિનિયરની મદદથી આ દરવાજો ખોલવામાં આવ્યો અને ફસાયેલા પ્રવાસીને બહાર કાઢવામાં આવ્યા.
ઍરલાઈને પ્રવાસીની માગી માફી
SpiceJetની SG-268 ફ્લાઈટમાં પ્રવાસીને થયેલી મુશ્કેલી માટે ઍરલાઈન્સે તેની માફી માગી છે. ઘટના પછી ઍરલાઈને દાવો કર્યો છે કે આખી યાત્રા દરમિયાન પેસેન્જરને મદદ અને ગાઈડન્સ આપવામાં આવ્યું. લગભગ 100 મિનિટની જર્ની દરમિયાન જ્યારે ક્રૂ મેમ્બર્સને પ્રવાસીના ફસાયા હોવાની માહિતી મળી, તો ત્યાર બાદ તેમણે દરવાજાની નીચેથી એક નોટ અંદર ખસેડી અને પ્રાવસીને દિલાસો પણ આપ્યો. આ નોટમાં લખ્યું હતું કે, અમે દરવાજો ખોલવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ, જો કે, દરવાજો ખોલી નથી શકતા. ગભરાઓ નહીં, થોડીક જ મિનિટમાં પ્લેન લેન્ડ થઈ જશે. (SpiceJet Passenger stuck in washroom)
પ્રવાસીઓ માટે મુસાફરી બની યાદગાર
ભલે ફ્લાઈટના ક્રૂ મેમ્બર તરફથી પ્રવાસીને દિલાસો આપવામાં આવી રહ્યો હોય, પણ તેને માટે મુંબઈથી બેંગ્લુરુની આ મુસાફરી યાદગાર બની ગઈ છે, કારણકે તેને પૈસા ખર્ચ કરીને ટિકિટ ખરીદી હતી અને આરામદાયક પ્રવાસની આશા રાખી હતી, પણ તેને કમોડની સીટ પર બેસીને પોતાની મુસાફરી પૂરી કરવી પડી. જો કે, આ અસુવિધા માટે માફી માગ્યા બાદ હવે ઍરલાઈન્સ તરફથી પ્રવાસીને તેનું રિફન્ડ પાછું આપવા માટે પણ કહેવામાં આવ્યું છે.
ચર્ચામાં છવાઈ ઍરલાઈનની ઘટના
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં બજેટ ઍરલાઈન્સ સાથે જોડાયેલા સમાચાર સતત સ્પાઈસજેટની ફ્લાઈટના ટૉયલેટમાં પ્રવાસીના ફસાતા પહેલા ઈન્ડિગો (IndiGo)ની ફ્લાઈટમાં પાઈલટ સાથે મારપીટની ઘટના સામે આવી હતી. ફ્લાઈટ કલાકો મોડી પડ્યા બાદ જ્યારે પ્લેનના પાઈલટે હજી વધારે ફ્લાઈટ મોડી થવાની જાહેરાત કરી, તો તેમાં બેઠેલ એક પ્રવાસી ગુસ્સે ભરાયો અને તેણે પાઈલટ પર હાથ ઉગામી દીધો.