માફીનો સા​ક્ષીદાર બનવાની વાઝેની અરજી કોર્ટે ફગાવી

26 October, 2024 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ED પાસે પ્રાથમિક તપાસ અંતર્ગત તેની અને અન્ય આરોપી સામે પૂરતા પુરાવા છે અને એથી તેની (સચિન વાઝે)ની હેલ્પની જરૂર નથી.

સચિન વાઝે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા દાખલ કરાયેલા મની લૉન્ડરિંગના કેસમાં પકડાયેલા સસ્પેન્ડેડ પોલીસ ઑફિસર સચિન વાઝેએ માફીનો સાક્ષીદાર બનવા સ્પેશ્યલ (ED) કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે એ અરજી ફગાવી દીધી છે. સ્પેશ્યલ કોર્ટના જજ એ. યુ. કદમે એ અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે ED પાસે પ્રાથમિક તપાસ અંતર્ગત તેની અને અન્ય આરોપી સામે પૂરતા પુરાવા છે અને એથી તેની (સચિન વાઝે)ની હેલ્પની જરૂર નથી.

EDએ તેની એ અરજી મંજૂર ન કરવામાં એવી એવી રજૂઆત કરતાં કોર્ટમાં કહ્યું હતું કે ‘મની લૉન્ડરિંગના આ કેસમાં જે તપાસ કરી છે એમાં જે હેતુ અમને જાણવા મળ્યો છે એ હેતુ અન્ય તપાસ એજન્સીઓ કરતાં એકદમ જ અલગ છે અને તેથી અમે કોર્ટને વિનંતી કરીએ છીએ કે સચિન વાઝેએ માફીનો સા​ક્ષીદાર બનવા કરેલી અરજી મંજૂર ન કરવામાં આવે.’ કોર્ટે EDની એ રજૂઆત માન્ય રાખી હતી. આ જ કેસના અન્ય આરોપીમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અનિલ દેશમુખનો પણ સમાવેશ થાય છે.

mumbai news mumbai directorate of enforcement mumbai crime news Crime News mumbai police