ડેટિંગ એપ પર દક્ષિણ મુંબઈની 65 વર્ષીય મહિલા બની ઠગનો શિકાર, 1.3 કરોડની લૂંટ

08 October, 2024 07:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જાન્યુઆરી 2024માં, તેણે બેન્ક ઑફ અમેરિકા, નવી દિલ્હીના કર્મચારી હોવાનો દાવો કરનારી એક વ્યક્તિએ સંપર્ક કર્યો. તેણે તેને જણાવ્યું કે પાર્સલથી 2 મિલિયન અમેરિકન ડૉલર બૅન્ક ઑફ અમેરિકામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.

સાઈબર ફ્રૉડ માટેની પ્રતીકાત્મક તસવીર

દક્ષિણ મુંબઈની 65 વર્ષીય મહિલાને ડેટિંગ એપ પર એક દગાખોરે અમેરિકન ઇન્જીનિયર બનીને 1.3 કરોડ રૂપિયાની ઠગીનો શિકાર બનાવી. પોલીસે જણાવ્યું કે તે ભારતીય રિઝર્વ બેન્ક (RBI), નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) જેવી વિવિધ નાણાકીય સંસ્થાઓના `પ્રતિનિધિઓ` તરફથી કોલ મળ્યા બાદ પીડિતા છેતરપિંડીનો શિકાર બની હતી, જેઓ નકલી કૉલર હોવાનું બહાર આવ્યું હતું.

ફરિયાદકર્તા 65 વર્ષીય ગૃહિણી છે. એપ્રિલ 2023માં, ડેટિંગ એપ `ઈન્ટરનેશનલ ક્યૂપિડ`નો ઉપયોગ કરતી વખતે, તેમની મુલાકાત પૉલ રધરફોર્ડ નામની વ્યક્તિ સાથે થઈ. તેને તેણે જણાવ્યું કે તે ફિલીપીન્સમાં કાર્યરત એક અમેરિકન સિવિલ ઈન્જીનિયર છે. તેની સાથે મિત્રતા કર્યા બાદ, રધરફોર્ડે દાવો કર્યો કે ફિલીપીન્સમાં તેના નિર્માણસ્થળે એક દુર્ઘટના થઈ હતી અને તેને ધરપકડ અને અમેરિકામાં નિર્વાસનથી બચવા માટે પૈસાાની જરૂર હતી. એપ્રિલ અને જૂન 2023ની વચ્ચે, તેણે તેને બિટકૉઈન તરીકે પૈસા મોકલ્યા.

રધરફોર્ડે રકમ પાછી કરવાનો વાયદો કર્યો હતો. તેણે તેને જણાવ્યું કે તેણે કૂરિયર દ્વારા 2 મિલિયન અમેરિકન ડૉલરવાળું પાર્સલ મોકલ્યું છે. જૂન 2023માં, તેને પ્રિયા શર્મા નામની એક મહિલાનો ફોન આવ્યો, જેણે પોતાને દિલ્હી ઍરપૉર્ટનો અધિકારી જણાવ્યો અને જણાવ્યું કે તેનું પાર્સલ ઍરપૉર્ટ કસ્ટમ્સે જપ્ત કરી લીધું છે. અનેક મહિનાઓ સુધી, તેણે પાર્સલ છોડાવવા માટે સરકારી શુલ્ક તરીકે શર્માના નિર્દેશાનુસાર અનેક પ્રકારની રકમ ચૂકવી.

જાન્યુઆરી 2024માં, તેણે બેન્ક ઑફ અમેરિકા, નવી દિલ્હીના કર્મચારી હોવાનો દાવો કરનારી એક વ્યક્તિએ સંપર્ક કર્યો. તેણે તેને જણાવ્યું કે પાર્સલથી 2 મિલિયન અમેરિકન ડૉલર બૅન્ક ઑફ અમેરિકામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. તેણે તેના નામવાળું એક એટીએમ કાર્ડ મોકલ્યું.

આ એક ફેક કાર્ડ નીકળ્યું. આ સિવાય, તેને RBI અને IMFના અધિકારી બનીને બે મહિલાઓના ફોન આવ્યા. તેમણે તેને એક પત્ર મોકલ્યો, જેમાં લેટરહેડ પર RBI અને ગૃહ મંત્રાલય લખ્યું હતું. તેણે જણાવ્યું કે અમેરિકન ડૉલરને ભારતીય મુદ્રામાં બદલી દેવામાં આવશે અને તેના બેન્ક ખાતામાં 17 કરોડ રૂપિયા આવી જશે.

6 મેના રોજ, NPCIના કર્મચારી હોવાનો દાવો કરતા બે લોકોએ તેમનો સંપર્ક કર્યો હતો. તેમને વચન આપવામાં આવ્યું હતું કે તેઓએ અત્યાર સુધી જેટલા પણ પૈસા ચૂકવ્યા છે તે તેમને પરત કરવામાં આવશે, પરંતુ તેઓએ NPCIને ફી ચૂકવવી પડશે. એક `અગ્રણી ખાનગી બેંકના બેંકર`એ પણ તેને ફોન કર્યો અને NPCI પાસેથી મળેલી રકમ માટે `ઈન્ટરસિટી ચાર્જ` ચૂકવવાનું કહ્યું.

ફરિયાદીએ જૂન 2024 સુધી છેતરપિંડી કરનારાઓને કુલ 1.3 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. તેણીએ તેની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેને છેતરપિંડી કરનારાઓ તરફથી સતત ફોન આવી રહ્યા છે અને વધુ પૈસાની માંગણી કરી રહ્યા છે. તેણીએ એમ પણ કહ્યું હતું કે તેણીએ રૂ. 1.3 કરોડ ઉપરાંત તેમને કેટલી વધુ રકમ ટ્રાન્સફર કરી છે તે તપાસવા માટે તેણીના બેંક રેકોર્ડ્સ તપાસવા પડશે.

સાયબર પોલીસે એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

south mumbai mumbai news mumbai Crime News mumbai crime news cyber crime