એક્સપ્રેસવેના મુંબઈ તરફના કૉરિડોર પર આજે છ કલાકનો બ્લૉક રહેશે

09 November, 2023 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશને જણાવ્યું હતું કે નવમી નવેમ્બરે સવારે ૧૧ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી રોડ-બ્લૉક લાગુ કરવામાં આવશે

ફાઇલ તસવીર

મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી)એ બુધવારે પનવેલ-કર્જત ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટ માટે મુંબઈ-પુણે એક્સપ્રેસવેના મુંબઈ-બાઉન્ડ કૉરિડોર પર છ કલાક લાંબા બ્લૉકની જાહેરાત કરી હતી.

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશને જણાવ્યું હતું કે નવમી નવેમ્બરે સવારે ૧૧ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી રોડ-બ્લૉક લાગુ કરવામાં આવશે. એમઆરવીસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘કલંબોલી નજીક ચિખલે ખાતે મુંબઈ-બાઉન્ડ કૅરેજ-વે પર જ્યાં રેલવે પ્રોજેક્ટના ભાગરૂપે રેલ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ત્યાં લાઇટ અને હેવી વેહિકલ્સને મંજૂરી આપવામાં આવશે નહીં. આ રોડ-બ્લૉક મુખ્યત્વે ગર્ડરો શરૂ કરવા માટે લાગુ કરવામાં આવ્યો છે.’

મુંબઈ તરફ જતા વાહનચાલકો ખોપોલી અને પનવેલ ખાતે જૂના મુંબઈ-પુણે હાઇવે (એમએચ-૪૮) પરથી બહાર નીકળી શકે છે.

mumbai mumbai news mumbai pune expressway pune-mumbai expressway mumbai traffic