21 June, 2024 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાયન બ્રિજ (તસવીર સૌજન્ય: મિડ-ડે)
સેન્ટ્રલ રેલવેમાં સાયન ખાતેનો રોડ ઓવરબ્રિજ (ROB) જોખમી હોવાનો રિપોર્ટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેએ આપ્યા બાદ આ બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે સુરક્ષિત નથી રહ્યો. આથી એને આજે રાતના ૧૨ વાગ્યાથી આવાં વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવશે. સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે ટ્રાફિક-પોલીસને સાયન ROB પર ભારે વાહનોની અવરજવર બંધ કરવા સંબંધે ગાઇડલાઇન જાહેર કરવાનું કહ્યું છે. ખરાબ સ્થિતિમાં હોવાની સાથે આ ROB રેલવેની છત્રપતિ શિવાજી ટર્મિનસથી કુર્લા સુધી પાંચમી અને છઠ્ઠી લાઇન નાખવામાં પણ અડચણરૂપ છે એટલે બ્રિજના અત્યારના ગર્ડરની લંબાઈ ૩૦ મીટરથી વધારીને ૪૯ મીટર કરવાની જરૂર છે.’