‍સાયનનો એલબીએસ રોડ છ મહિના સુધી બંધ રહેશે

17 December, 2024 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ રેલવે દ્વારા સાયન ઓવર બ્રિજ તોડીને નવો બનાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત બ્રિજની ઊંચાઈ સાથે મૅચ કરવા લાલ બહાદુર શાસ્ત્રી (એલબીએસ) રોડની ઊંચાઈ પણ વધારવાની છે.

સાયન ઓવર બ્રિજ

સેન્ટ્રલ રેલવે દ્વારા સાયન ઓવર બ્રિજ તોડીને નવો બનાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત બ્રિજની ઊંચાઈ સાથે મૅચ કરવા લાલ બહાદુર શાસ્ત્રી (એલબીએસ) રોડની ઊંચાઈ પણ વધારવાની છે. એથી આ કામ કરવા માટે ૧૪ ડિસેમ્બરથી લઈને ૩૧ મે સુધી એમ છ મહિના આ રોડ સાયન પાસે બંધ રહેશે. એથી એલબીએસ રોડ પર કુર્લાથી સાયન તરફ જનારાં વાહનોએ સાયન રેલવે-સ્ટેશન પહેલાં જ જમણી તરફ આવતા સાયન ડેપોના રોડથી જમણી તરફ વળી જઈ ત્યાર બાદ ધારાવી ૬૦ ફીટ કે પછી ૯૦ ફીટ રોડ પરથી આગળ વધી સાયન હૉસ્પિટલ પાસેથી ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ પર જવાનું રહેશે અને એ જ રીતે વિરુદ્ધ દિશામાં પણ આ જ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

sion central railway mumbai news mumbai news old trafford mumbai traffic