Sion Bridge Reconstruction: આખરે સાયન બ્રિજને તોડવાનું મુહૂર્ત નક્કી, બે વર્ષ સુધી ચાલશે કામ

24 March, 2024 05:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Sion Bridge Reconstruction: આ બ્રિજને 28 માર્ચની મધ્યરાત્રિથી જ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પુલના પુનઃનિર્માણના કામ માટે બે વર્ષ સુધીનો સમય લાગી શકે છે. 

સાયન બ્રિજની ફાઇલ તસવીર

મુંબઈના સાયન રોડ ઓવરબ્રિજ (Sion Bridge Reconstruction)ને લઈને છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. આ ઓવરબ્રિજને તોડી પાડવાને લઈને છેલ્લા ઘણા સમયથી વાત ચાલી રહી હતી. હવે આખરે આ કામનું મુહૂર્ત આવી જ ગયું છે. 

ત્યાંને જણાવી દઈએ કે મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતો સાયન રોડ ઓવરબ્રિજ 112 વર્ષ જૂનો છે. આ પુલ જાન્યુઆરી મહિનામાં જ તોડી પાડવામાં આવનાર હતો. જોકે, સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનોની દખલગીરીના કારણે આ કામમાં વિલંબ થયો હતો. પણ હવે આ બ્રિજને તોડી પાડવાની કામગીરી વહેલી જ તકે શરૂ કરવામાં આવનાર હોવાથી આ બ્રિજને 28 માર્ચની મધ્યરાત્રિથી જ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવા અહેવાલ સામે આવ્યા છે કે આ પુલના પુનઃનિર્માણના કામ માટે બે વર્ષ સુધીનો સમય લાગી શકે છે. 

જાન્યુઆરીમાં જ તોડી પાડવાનો હતો, પણ... 

આ પહેલા પણ આ બ્રિજને તોડી પાડવા (Sion Bridge Reconstruction) માટે કેટલીક તારીખો આપવામાં આવી હતી. એવું નક્કી થયું હતું કે આ બ્રિજને 20 જાન્યુઆરીએ તોડી પાડવામાં આવશે. પરંતુ સ્થાનિક રહેવાસીઓએ આ મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો હતો. તેમ જ સાંસદ રાહુલ શેવાળેના હસ્તક્ષેપને કારણે પ્રક્રિયામાં વિલંબ થયો હતો. 

બાદમાં બોર્ડની પરીક્ષાઓને કારણે તારીખો મોકૂફ રાખવામાં આવી હતી. ધોરણ 10ની પરીક્ષા 19 માર્ચે પૂરી થઈ હતી. હવે ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ, 2024ના રોજ સમાપ્ત થશે. ત્યારબાદ ૨૮ માર્ચથી આ બ્રિજને અવરજવર માટે બંધ કરી દેવામાં આવશે.

આ વૈકલ્પિક માર્ગને પસંદ કરી શકાય છે 

સાયન રોડ ઓવરબ્રિજ પ્રવાસીઓ માટે 3 વૈકલ્પિક માર્ગો પણ તમને બનાવી દઈએ છીએ, જેથી આ બ્રિજ બંધ (Sion Bridge Reconstruction) થયાં બાદ આ મુસાફરો વૈકલ્પિક માર્ગને પસંદ કરી શકે. 

પહેલો વૈકલ્પિક માર્ગ છે કે કુર્લા થઈને સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ. જે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે જોડાય છે. તે ઉપરાંત સુલોચના શેટ્ટી રોડ થઈને સાયન હોસ્પિટલ તરફનો રસ્તો પણ લઈ શકાય જે ધારાવીમાં ડૉ બીએ રોડને કુંભારવાડાથી જોડે છે. ત્રીજો વૈકલ્પિક માર્ગ એ છે કે ચુનાભટ્ટી- બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ કનેક્ટર પણ એમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર્સને મંજૂરી નથી. આ બ્રિજ બંધ થવાથી વૈકલ્પિક પૂર્વ-પશ્ચિમ કનેક્ટર્સ પર ભીડ થવાની ધારણા છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર સાયન બ્રિજનું પુનઃનિર્માણ (Sion Bridge Reconstruction) જાન્યુઆરી 2026 સુધીમાં 24 મહિનામાં પૂર્ણ થઈ જવાનો અંદાજ છે. આ સમયગાળા દરમિયાન પૂરજોશમાં કામગીરી શરૂ કરવામાં આવશે. આ બ્રિજના પુનઃનિર્માણનો હેતુ CSMT અને કુર્લા વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઈનો નાખવાની સુવિધા આપવાનો છે. હાલમાં આ પુલ ધારાવી, એલબીએસ રોડ અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને જોડે છે.

mumbai news mumbai eastern express highway chembur kurla santacruz